Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

''હોમાત્મક લઘુ રૂદ્દ'': અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ૨૦૨૦ની સાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ચૂંટાઇ આવે તેવી કામના સાથે યોજાનારો ધાર્મિક કાર્યક્રમઃ સાઉથ એશિઅન રિપબ્લીકન કોલીશન (SARC)ના ઉપક્રમે શ્રી દ્વારકાધિશ મંદિર, પાર્લિન ન્યુજર્સી મુકામે ૧૫ જુન ૨૦૧૯ શનિવારના રોજ કરાયેલું આયોજન

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં સાઉથ એશિઅન રિપબ્લીકન કોલીશન (SARC) તથા શ્રી દ્વારકાધિશ મંદિર, પાર્લિન, ન્યુજર્સીના સંયુકત ઉપક્રમે અમેરિકા તથા સમગ્ર વિશ્વમાં સૌપ્રથમવાર હિન્દુ ધાર્મિક વિધિ ''હોમાત્મક લઘુ રૂદ્દ''નું આયોજન કરાયું છે.

૧૫ જુન ૨૦૧૯ શનિવારના રોજ શ્રી દ્વારકાધિશ મંદિર, પાર્લિન ન્યુજર્સી મુકામે યોજાનાર આ હોમાત્મક લઘુરૂદ્દનો સમય બપોરે ૧ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. બાદમાં ડિનરનું આયોજન કરાયું છે.

હોમાત્મક લઘુ રૂદ્દનો હેતુ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના લાંબા તથા તંદુરસ્ત આયુષ્ય માટે તેમજ તેઓ ૨૦૨૦ની સાલમાં ફરીથી અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઇ આવે તે માટે કામના કરવાનો છે જેથી અમેરિકા સલામત, ગૌરવપૂર્ણ, મજબુત, સમૃધ્ધ તથા મહાન દેશ તરીકેનું સ્થાન જાળવી રાખી શકે. તેવી ફાઉન્ડર અને ચેરમેન શ્રી હેમંત ભટ્ટ ૭૩૨-૩૯૭-૫૨૫૧ શ્રી શ્રીધર ચિલ્લારા (કો-ફાઉન્ડર એન્ડ વાઇસ ચેરમેન) ૭૩૨-૪૭૦-૪૯૫૫ શ્રી પિનાકીન પાઠક ૬૦૯-૬૧૦-૧૯૨૦એ શુભકામના પાઠવી છે.

વિશેષ માહિતી માટે શ્રી આશિષ રાવલ ૭૩૨-૭૬૩-૮૫૮૮, શ્રી નિમિશ પટેલ ૫૫૧-૨૬૮-૭૦૦૭, શ્રી સંજીવ પંડ્યા ૨૦૧-૮૮૮-૧૫૬૧, શ્રી સમીર રાવલ ૫૧૬-૬૪૨-૧૮૮૭, શ્રી વિજય ઉપાધ્યાય ૭૩૨-૯૬૫-૪૯૨૪, શ્રી બ્રજેશ સિંઘ, શ્રી ધીરેન પરીખ, શ્રી નિતા રામકેર, શ્રી નિલેશ મહેતા, અથવા શ્રી રૂપેશ ત્રિવેદીનો સંપર્ક સાધવા અથવા www.sarcusa.org અથવા info@sarcusa.org દ્વારા સંપર્ક સાધવા મંદિરની યાદીમાં જણાવાયું છે.

(8:44 pm IST)