Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

‘‘ઇન્‍ટરનેશનલ યોગા ડે'': ૨૧ જુનના રોજ થનારી ઉજવણી માટે અમેરિકાના ટેકસાસમાં ભારતના કોન્‍સ્‍યુલેટ જનરલના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ શરૂ

હયુસ્‍ટનઃ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીના સૂચનને ધ્‍યાને લઇ સમગ્ર વિશ્વના ૧૫૫ દેશો ૨૧ જુનનો દિવસ ‘‘ઇન્‍ટરનેશનલ યોગા ડે'' તરીકે ઉજવે છે.

૨૦૧૫ની સાલથી શરૂ કરાયેલી આ ઉજવણી ૨૦૧૮ની સાલમાં ચોથા વર્ષમાં પ્રવેશી રહી છે ત્‍યારે યુ.એસ.ના ટેકસાસમાં ૨૧ જુનના આ દિવસની ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જે અંતર્ગત ભારતના હયુસ્‍ટન ખાતેના કોન્‍સ્‍યુલેટ જનરલના સંયુક્‍ત ઉપક્રમે સાથે હયુસ્‍ટનના મિડટાઉન પાર્ક ખાતેના મુખઅય મથક સહિત જુદા જુદા ૧૫ સ્‍થાનો પર યોગા સેશન થશે. બાદમાં સપ્‍તાહ દરમિયાન વુડલેન્‍ડ સ્‍થિત હિન્‍દુ ટેમ્‍પલ, ટાઉન ગ્રીક પાર્ક ખાતે એજ્‍યુકેશન યુથ સર્વિસ સહિતનાઓ દ્વારા આ દિવસની ઉજવણી કરાશે. સ્‍થાનિક યોગા સ્‍ટુડીયોઝ દ્વારા ફ્રી યોગા કલાસ ચલાવાશે. યોગા વિષે માહિતિ પુસ્‍તિકાનું વિતરણ કરાશે. ઉપરાંત ઓસ્‍ટીન, દલાસ, સાન એન્‍ટોનિઓ મુકામે ઇન્‍ટરનેશનલ યોગા ડેની ઉજવણી માટેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. તેવું IAN જાણવા મળે છે.

(10:46 pm IST)