Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

‘‘શિકારી ખુદ શિકાર હો ગયા'': મગજના અસાધ્‍ય રોગ ALS વિષે સંશોધન કરી રહેલા ઇન્‍ડિયન અમેરિકન વૈજ્ઞાનિક પોતે જ આ રોગનો ભોગ બની ગયાઃ કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધક શ્રી રાહુલ દેસિકનના જીવનની કરૂણાસભર ઘટનાઃ શરીરનું હલનચલન અટકી ગયું: વાચા હણાઇ ગઇ

કેલિફોર્નિયાઃ અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના ઇન્‍ડિયન અમેરિકન સંશોધક શ્રી રાહુલ દેસિકન કે જેઓ ડિજનેરેટીવ બ્રેઇન ડીસીઝ વિષે સંશોધન કરી રહ્યા હતા. તેઓ ખુદ આ મગજના રોગનો ભોગ બની ગયા છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

હજુ દોઢ વર્ષ પહેલા જ મગજના આ અસાધ્‍ય ગણાતા તેવા ‘‘એમિયોટ્રોપિક લૈટરલ સિરોસિઝ ‘‘(ALS) રોગ ઉપર સંશોધન માટે તેમની નામના હતી. તે ખુદઆ રોગનો શિકાર બની જતા તેઓ હવે શરીરનું હલનચલન કરી શકતા નથી. તેમજ બોલી પણ શકતા નથી. માત્ર થોડા પ્રમાણ માથુ હલાવી શકે છે તથા અંગુઠો થોડો ઘુમાવી શકે છે. તેથી તેઓ હવે વાતચીત કરવા માટે પણ ટાઇપ રાઇટરનો સહારો લ્‍યે છે. આમ ખુદ શિકારી શિકાર બની ગયા છે તેવી કરૂણાભર ઘટના બની છે

(10:05 pm IST)