Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

સિંગાપોરમાં રેસ્ટોરન્ટ ચલાવતા ભારતીય મૂળના ઝાકીર અબ્બાસને 6 વર્ષની જેલ : સોપારી આપી ધંધાકીય હરીફ ઉપર હુમલો કરાવવા બદલ જેલ ઉપરાંત 6 કોરડા ફ્ટકારવાની પણ શિક્ષા

સિંગાપોર : સિંગાપોરમાં રેસ્ટોરન્ટ ચલાવતા ભારતીય મૂળના ઝાકીર અબ્બાસને 6 વર્ષની જેલ સજા કરવામાં આવી છે.તેણે પોતાના રેસ્ટોરન્ટની બાજુમાં આવેલા રેસ્ટોરન્ટમાં પોતાના જેવી જ બિરિયાની સહિતની વસ્તુઓ વેચવા બદલ  સોપારી આપી ધંધાકીય હરીફ ઉપર હુમલો કરાવ્યો હતો.જે બાબત કોર્ટમાં પુરવાર થતા તેને  જેલ ઉપરાંત 6 કોરડા ફ્ટકારવાની પણ શિક્ષા કરવામાં આવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:30 am IST)