Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

શ્રીમદ વલ્લભાચાર્યજીનો 542 મો પ્રાગટ્ય ઉત્સવ : અમેરિકાના પ્લાનો ટેક્સાસમાં વૈષ્નવ મિલનના ઉપક્રમે 30 એપ્રિલના રોજ કરાયેલી ભાવભેર ઉજવણી : સર્વોત્તમ સ્ત્રોતના પાઠ ,સર્વોત્તમ નામાવલી ,કીર્તન ,ભજન ,સાથે દર્શનનો લહાવો લઇ વૈષ્નવો ધન્ય બન્યા

ટેક્સાસ : ફરીથી એક વખત , USમાં ,પ્લાનો, ટેક્ષાસમાં , તા, ૩૦ એપ્રિલ, મંગળવાર અને વરુથીની એકાદશીના દિવસે, જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી ની ૫૪૨મી જન્મ જયંતિ ,ખુબજ ધામ ધૂમથી ઓડીઓ ,વિડીઓ સાથે ,વૈષ્ણવ મિલનના વૈષ્ણવોએ ભેગા થઇ ઉજવી, અહી અચૂક થતા બારે માસના એકાદશીના સત્સંગ સાથે ઉત્સવ ઉજવાયો, શ્રીમદ વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય  વિડીઓ,સર્વોત્તમ સ્તોત્ર ના પાઠ, સર્વોત્તમ નામાવલી, વલ્લભાચાર્યજીની ૮૪ બેઠકજીમાં દંડવત પ્રણામ અને કિર્તન ,ભજન સાથે અલ્લોઉંકિક દર્શન નો લહાવો વૈષ્ણવોએ લીધો.અહી બિરાજતા પાંચ બેઠકજી, નિધિ સ્વરૂપો સાથે, શ્રી યમુના મહારાણીજી અને શ્રી ગોવર્ધનનાથ જીના દર્શન,અષ્ટ સખાના શૃંગાર, સાથીયા, રંગોળી, ગાય ,ગોપ, ગોપી, વસ્ત્રો બધુજ ઉપરણાનો સાજ  હતો,જાણે કે સુર્યમુખી ના ફૂલ ખીલ્યા હોય તેવો ભાવ અને મહોલ હતો અને એવાજ ભાવ સાથે વૈષ્ણવો એ , પુષ્ટિમાર્ગના સંસ્થાપક , વૈશ્વાનર, સૂર્ય, શ્રી વલ્લભને ભાવથી વધાવી લીધા, weekdays અને વરસતા વરસાદ માં પણ મોટી સંખ્યામાં વૈષ્ણવોની હાજરી અવર્ણનીય હતી,અંતે વૈષ્ણવોએ  મહાપ્રસાદનો પણ લહાવો લીધો.

આગામી ઉત્સવ  જુન માસમાં ,શ્રી ગોકુલનાથજીનો વિવાહ ઉત્સવ અહી જ  ઉજવાશે 

વધુ માહિતી  : વૈષ્ણવ મિલનની Facebook : vaishnav_milan@yahoo.com પર થી મેળવી લેવા વિનંતી,ખાસ નોધ: અહી કોઈપણ જાતની પૈસાની ભેટ કે ફંડ ફાળા સ્વીકાર્ય નથી.  તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે. 

 

(1:07 pm IST)