Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

‘‘ભારતના સંતો (સેન્‍ટસ ઓફ ઇન્‍ડિયા)'': અમેરિકામાં વસતા ભારતીય મૂળના બાળકોને ભારતના સંતો તથા સંસ્‍કૃતિ વિષે માહિતિ આપતું પુસ્‍તકઃ બૌધ્‍ધ, જૈન, હિન્‍દુ, મુસ્‍લિમ તથા શીખ સમાજમાં થઇ ગયેલા ૧૮ સંતો વિષે ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટ રાહિલ કાપડિયા લિખિત પુસ્‍તક દ્વારા થનારી તમામ આવક જરૂરિયાતમંદો માટે વપરાશે

કેલિફોર્નિયાઃ ભારતના સંતો (સેન્‍ટસ ઓફ ઇન્‍ડિયા) નામક પુસ્‍તક અમેરિકા સાન જોસ કેલિફોર્નિયામાં વસતા તથા ૮મા ગ્રેડમાં અભ્‍યાસ કરતા ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટ રાહિલ કાપડિયાએ પ્રસિધ્‍ધ કર્યુ છે.

ભારતીય મૂળના બાળકો ભારતના સંતો વિષે જાણકારી મેળવી ભારતની સંસ્‍કૃતિ વિષે વાકેફગાર થાય તેવા હેતુથી લખાયેલા આ પુસ્‍તકમાં ભારતના ૧૮ સંતોનું જીવન ચરિત્ર દર્શાવે છે જેમાં હિન્‍દુ,મુસ્‍લિમ,બૌધ્‍ધ,જૈન, તથા શીખ સમાજમાં થઇ ગયેલા સંતોનો સમાવેશ થાય છે જેઓના પરિચય સાથે તેમનું હાથે દોરેલું ચિત્ર પણ મુકવામાં આવ્‍યું છે.

આ સંતોમાં ગૌતમ બુધ્‍ધ, અંદલ, આદિ શંકરાચાર્ય, દઝરત નિઝામુદીન, જ્ઞાનેશ્વર, સ્‍વામી રામકૃષ્‍ણ, દયાનંદ સરસ્‍વતી શ્રીમદ રાજચંદ, રમણ મહર્ષિ, મધર ટેરેસા તથા ચિન્‍મયાનંદ સરસ્‍વતીનો સમાવેશ થાય છે.

આ પુસ્‍તક દ્વારા થનારી તમામ આવક જરૂરિયાતમંદો માટે વપરાશે તેવું રાહિલ કાપડિયાએ સમાચાર સૂત્રોને જણાવ્‍યું છે.

(8:53 am IST)