Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

‘‘નેશનલ એકેડમી ઓફ સાયન્‍સ'': ૧૮૬૩ની સાલથી શરૂ કરાયેલી અમેરિકાની સુપ્રતિષ્‍ઠિત પ્રાઇવેટ એકેડમીઃ ૧મે ૨૦૧૮ના રોજ જાહેર કરાયેલા મેમ્‍બર્સની યાદીમાં ૬ ઇન્‍ડિયન અમેરિકન સંશોધકોએ સ્‍થાન મેળવ્‍યું

વોશીંગ્‍ટનઃ અમેરિકાની સુપ્રતિષ્‍ઠિત નેશનલ એકેડમી ઓફ સાયન્‍સમાં ચૂંટાઇ આવેલા સંશોધકોમાં ૬ ઇન્‍ડિયન અમેરિકનએ સ્‍થાન મેળવ્‍યું છે.

૧મે ૨૦૧૮ના રોજ જાહેર કરાયેલી યાદીમાં સ્‍થાન હાંસલ કરનાર ૬ ઇન્‍ડિયન અમેરિકન સંશોધકમાં શ્રી અરૂણ અગ્રવાલ, શ્રી સંજીવ અરોરા, સુશ્રી માહઝરીન આર.બનાજી, શ્રી ઉત્‍પલ બેનરજી, શ્રી રાજ ચેટ્ટી, તથા શ્રી ઉમેશ વઝીરાનીનો સમાવેશ થાય છે.

નેશનલ એકેડમી ઓફ સાયન્‍સએ કુલ ૮૪ સંશોધકો તથા ૨૧ વિદેશી સંશોધકોની યાદી જાહેર કરી છે. ૧૮૬૩ની સાલથી શરૂ કરાયેલી આ એકેડમી પ્રેસિડન્‍ટ અબ્રાહમ લિંકનની માન્‍યતા સાથે શરૂ થઇ હતી. જે નોનપ્રોફિટ પ્રાઇવેટ ઇન્‍સ્‍ટીટયુટ છે. જે સાયન્‍સને લગતા સંશોધનો અધિકૃત કરે છે ઉપરાંત એન્‍જીનીયરીંગ, તથા હેલ્‍થ પોલીસી વિષયક સંશોધનો અંગે ફેડરલ ગવર્મેન્‍ટને માર્ગદર્શન આપવાનું કામ કરે છે.

 

(9:02 pm IST)