Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

યુ.એસ.માં IAHF ના ઉપક્રમે અભ્‍યાસ સહિત વિવિધ ક્ષેત્રે શ્રેષ્‍ઠ દેખાવ કરનાર ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસને એવોર્ડ આપી સન્‍માનિત કરાયા

કેલિફોર્નિયા :  યુ.એસ. સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન હેરિટેજ ફાઉન્‍ડેશન (IAHF)માં  ઉપક્રમે ૧ એપ્રિલ ર૦૧૮ના રોજ કેરિટોલ, કેલિફોર્નિયામાં આવેલી રોટેટોન હોટેલમાં હાઇસ્‍કુલ તથા મિડલ સ્‍કુલના ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસને અભ્‍યાસ તેમજ આર્ટસ, સ્‍પોર્ટસ, સહિતના ક્ષેત્રે વિશિષ્‍ટતના દાખવવા બદલ એવોર્ડ આપી સન્‍માનિત કરાયા હતા.

આ પ્રસંગો હેલ્‍થ એક્ષપર્ટ સુશ્રી દિપી સિંઘએ મુખ્‍ય વકતા તરીકે ઉદ્‌્‌બોધન કરી છાત્રોને પ્રેરણાં તથા પ્રોત્‍સાહન આપવાનું કામ કર્યુ હતું.

હાઇસ્‍કુલ સ્‍ટુડન્‍ટ પૈકી વર્ષ નાયબ સહિતના ઓ તથા મિડલ સ્‍કુલ સ્‍ટુડન્‍ટસ પૈકી રિયા જેઠવાણી સહિતના સ્‍ટુડન્‍ટસને એવોર્ડ સ્‍કોલરશીપ, રનીંગ, ટ્રોફી સહિત વિવિધ ઇનામોથી નવાજવામાં આવ્‍યા હતા. બાદમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. IAHF  ફાઉન્‍ડર વિજેતાઓને બિરદાવ્‍યા હતાં.

(10:41 pm IST)