Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

યુ.એસ.ના લોસ એન્‍જલસમાં ૮ એપ્રિલ ના રોજ ઉજવાઇ ગયેલો શીખોનો લોકપ્રિય તહેવાર ‘‘ બૈશાખી'' : કેલિફોર્નિયા ઉપરાંત અન્‍ય સ્‍ટેટ તથા ભારત-સહિતના દેશોમાંથી ૧પ૦૦૦ ઉપરાંત શીખો ઉમટી પડયા : કિર્તન દરબાર, શોભાયાત્રા, બૈશાખી એવોર્ડ સહિતના કાર્યક્રમો યોજાયા

લોસએન્‍જલસ :  યુ.એસ.ના લોસ એન્‍જલસમાં ૮ એપ્રિલના રોજ શીખોનો લોકપ્રિય તહેવાર બૈશાખી ઉમંગભેર ઉજવાઇ ગયો. જેમાં કેલિફોર્નિયા ઉપરાંત મેકિસકો તેમજ ભારત સહિત અન્‍ય વિસ્‍તારોમાં વસતા ૧પ૦૦૦ જેટલા શીખો ઉમટી પડયા હતા.

તહેવાર નિમિતે કિર્તન દરબાર તથા નગર કિર્તનના આયોજનો કરાયા હતા તથા ગુરૂ ગોવિંદસિંહજીના ઉપદેશ મુજબ દરેક પ્રત્‍યે સમાનતા તથા કરૂણા રાખવાનો સંકલ્‍પ દોહરાવ્‍યો હતો. મોટર સાયકલ ઉપર શોભાયાત્રા નીકળી હતી. જેમાં ગુરૂગ્રંથસાહેબને બિરાજમાન કરાયા હતા. કિર્તન દરબાર, લંગર સહિતના પ્રસંગોમાં કોંગ્રેસ વુમન સહિત કોમ્‍યુનિટી અગ્રણીઓ હાજર રહ્યા હતા. કોમ્‍યુનીટી ક્ષેત્રે વિશિષ્‍ટ યોગદાન આપનારાઓને ‘‘સ્‍પિરિટ ઓફ બૈશાખી એવોર્ડ'' થી નવાજવામાં આવ્‍યા હતા. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:03 pm IST)