Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

‘બેરી ગોલ્‍ડવોટર સ્‍કોલરશીપ': યુ.એસ.માં મેથેમેટીક્‍સ, સાયન્‍સ, એન્‍જીનીયરીંગ તથા કોમ્‍પ્‍યુટર સાયન્‍સ ક્ષેત્રે અપાતી સ્‍કોલરશીપઃ ૨૦૧૮-૧૯ની સાલ માટે પસંદ થયેલા ૨૧૧ સ્‍ટુડન્‍ટસમાં ડઝન ઉપરાંત ઇન્‍ડિયન/એશિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસએ સ્‍થાન મેળવ્‍યું

વોશિંગ્‍ટનઃ યુ.એસ.માં બેરી ગોલ્‍ડવોટર સ્‍કોલરશીપ એન્‍ડ એક્ષલન્‍સ ઇન એજ્‍યુકેશન ફાઉન્‍ડેશનના ઉપક્રમે ૨૧૧ સ્‍ટુડન્‍ટસ ૨૦૧૮-૧૯ની સાલની સ્‍કોલરશીપ માટે પસંદ કરાયા છે, જેમાં ૧ ડઝન ઉપરાંત ઇન્‍ડિયન/એશિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસએ સ્‍થાન હાંસલ કર્યું છે.

મેથેમેટીક્‍સ, કોમ્‍પ્‍યુટર સાયન્‍સ, નેચરલ સાયન્‍સ, એન્‍જીનીયરીંગ સહિતના ક્ષત્રે સ્‍કોલરશીપ માટે પસંદ કરાયેલા વિદ્યાર્થીઓ પૈકી થાન મેળવનાર ઇન્‍ડિયન/એશિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસમાં મિકા જૈન, નિત્‍યા મણી, નિના સિંઘ, ત્રિશા લાપતી, ઓજલ પ્રધાન, મીના જગદીશન, વૈભવ મોહન્‍તી, મિનાક્ષી ચક્રવર્તી, મિનહાલ અહમદ, ક્રિતિકા સિંઘ, એડ્રીજ ડીસોઝા, આદિત્‍ય મોહન, તનય વખારે, પ્રણવ વોર્મન, સોમિક વર્મા, ઝોહેબ હિરાણી સહિતનાઓનો સમાવેશ થાય છે. તમામને ટયુશન ફી, બુક્‍સ સહિત ૭પ૦૦ ડોલરની વાર્ષિક સ્‍કોલરશીપ અપાશે.

(11:42 pm IST)