Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

યુ.એસ.ની સાઉધર્ન ઇલિનોઇસ યુનિવર્સિટીના વચગાળાના મુખ્‍ય અધિકારી તથા વાઇસ ચાન્‍ᅠસેલર તરીકે સુશ્રી મીરા કોમારાજુની પસંદગી : બોર્ડ ઓફ ટ્રસ્‍ટીઝ દ્વારા બહાલી મળ્‍યે હોદ્દો સંભાળશે

ઇલિનોઇસ : યુ.એસ.ની સાઉધર્ન ઇલિનોઇસ યુનિવર્સિટીની કોલેજ ઓફ લિબરલ આર્ટસના ડીન ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી મીરા કોમારાજુની યુનિવર્સિટીના વચગાળાના મુખ્‍ય અધિકારી તથા વાઇસ ચાન્‍સેલર તરીકે નિમણુંક થઇ છે. જે બોર્ડ ઓફ ટ્રસ્‍ટીઝની બહાલી મળ્‍યે અમલી થશે. જેનો અમલ મંજુરી મળ્‍યે ૧૩ એપ્રિલથી કરી દેવાશે.

આ નિમણુંક મળ્‍યે સુશ્રી મીરાના જણાવ્‍યા મુજબ તેઓ યુનિવર્સિટમાં શિક્ષણ ક્ષેત્રે વધુ ધ્‍યાન આપવાની સાથોસાથ સંશોધનો, લાયબ્રેરી, ઇન્‍ફોર્મેશન ટેકનોલોજી, ઇન્‍ટરનેશનલ એજયુકેશન, ટીચીંગ એકસલન્‍સ સહિતના ક્ષેતન્રે વધુ વેગ આપવાની નેમ ધરાવે છે.

ર૦૧પ ની સાલથી ડીન તરીકે ફરજ બજાવતા સુશ્રી મીરાએ ઉપરોકત તમામ ક્ષેત્રે વિશિષ્‍ટ યોગદાન આપેલું છે તેને ધ્‍યાને લઇ તેમની વચગાળાના મુખ્‍ય અધિકારી તથા વાઇસ ચાન્‍સેલરના હોદ્દા માટે ભલામણ થઇ છે.

(11:41 pm IST)