Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

‘‘છોડ ઉપર ઉગતા ટમેટા લણવા માટે સ્‍વયં સંચાલિત યંત્ર'': મજુરોની તંગી તથા ટમેટા તૂટી જવાની શકયતામાાંથી મુકિત : ઇન્‍ડિયન અમેરિકન રાહુલ રામક્રિશ્‍નન સહિત ૪ સ્‍ટુડન્‍ટની ટીમ ‘‘રેન્‍ડલ ફેમિલી બિગ આડીયા કોમ્‍પીટીશન'' ગ્રાન્‍ડ પ્રાઇઝ વિજેતા

પિટસબર્ગ : યુ.એસ.માં કોર્નેગી મેલ્લોન યુનિવર્સિટીની ઇન્‍ડિયન અમેરિકન રાહુલ રામક્રિશ્‍નન સહિતની ૪ સ્‍ટુડન્‍ટસની ટીમએ ર૦૧૮ની સાલ માટેની ‘‘રેન્‍ડલ ફેમિલી બિગ આઇડીયા કોમ્‍પીટીશન''માં ગ્રાન્‍ડ પ્રાઇઝ વિજેતા પદ પ્રાપ્ત કરી લીધું છે.

આ ૪ સ્‍ટુડન્‍ટસની ટીમને કોમર્શીયલ ગ્રીન હાઉસીઝમાં ટમેટા લણવા માટે સ્‍વયં સંચાલિત યંત્રનું નિર્માણ કર્યુ છે. જે માટે તેઓને રપ હજાર ડોલરનો ચેક એનાયત કરાયો છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ખવાતા ટમેટા પૈકી અર્ધા ઉપરાંતનું ઉત્‍પાદન ફાર્મહાઉસીઝમાં થાય છે. આ ગ્રીનમાઉસ ફાર્મ્‍સમાં ઉગતા ટમેટા લણવા માટે મજુરીની તંગી વરતાવાની તેમજ ટમેટા તૂટી ફૂટી જવાથી સમસ્‍યા થાય છે. તેમાંથી મુકિત મેળવવાનો તેમનો આઇડીયા ધ્‍યાને લઇ તેઓના પ્રોજેકટને પ્રથમ વિજેતા ઘોષિત કરાયો છે.

(11:39 pm IST)