Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

યુ.એસ.માં મેરીલેન્‍ડના ૬ઠ્ઠા કોંગ્રેસશ્‍નલ ડીસ્‍ટ્રીકટના ડેમોક્રેટ ઉમેદવાર સુશ્રી અરૂણા મિલ્લર વિરૂધ્‍ધ રિપબ્‍લીકન સમર્થકોનું પ્રચાર યુધ્‍ધ : સ્‍થાનિક લો એન્‍ફોર્સમેન્‍ટ દ્વારા ઇમિગ્રન્‍ટસના સ્‍ટેટસ અંગે કરાતી ઇન્‍કવાયરી વિરૂધ્‍ધના બિલને સમર્થન આપનાર સુશ્રી મિલ્લર વિરૂધ્‍ધ જાહેરાતોનો ધોધ શરૂ

મેરીલેન્‍ડ : અમેરિકામના મેરીલેન્‍ડ સ્‍ટેટ હાઉસ ડેલિગેટ તથા ૬ઠ્ઠા કોંગ્રેશ્નલ ડીસ્‍ટ્રીકટના ડેમોક્રેટ ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી અરૂણા મિલ્લર વિરૂધ્‍ધ રિપબ્‍લીકન સમર્થકોએ વિરોધ પ્રચાર શરૂ કરી દીધો હોવાનું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

સુશ્રી અરૂણા સ્‍ટેટ હાઉસમાં મુકાનારા બિલ કે જેમાં સ્‍થાનિક લો એઝફોર્સમેન્‍ટ દ્વારા ઇમિગ્રન્‍ટસને તેના સ્‍ટેટસ વિષે કરાતી પૃચ્‍છા ઉપર બાન મુકવાના હિમાયતી છે. કારણ કે અમેરિકામાં ટ્રમ્‍પએ સત્તાના સૂત્રો સંભાળવ્‍યા બાદ ઇમીગ્રેન્‍ટસને થતી હેરાનગતિમાં અનેકગણો વધારો થયાના મુદ્દાનો ધ્‍યાનમાં રાખી તેઓ બિલને સમર્થન કરી રહ્યા છે.

પરંતુ આ બાબતને ગુનેગારો માટે લાલ જાજમ પાથરતા હોવાનું જણાવી સુશ્રી મિલ્લર વિરૂધ્‍ધ જાહેરાત પ્રસિધ્‍ધ થવા લાગતા તે બાબત કથિત રિપબ્‍લીકન સમર્થકો દ્વારા પ્રસિધ્‍ધ થતી હોવાનું અનુમાાન છે. જયારે સુશ્રી મિલ્લરના મંતવ્‍ય મુજબ અમેરિકામાં દરેક નાગરિક માટે સમાન તકો હોવી જોઇએ. ઇમિગ્રન્‍ટસને તેઓનું સ્‍ટેટસ પુછી કરાતી કથિત હેરાનગતિ બંધ થવી જોઇએ તે માટે તેઓ તથા અન્‍ય ૮ ડેમોક્રેટ પ્રતિનિધિઓ બિલનું સમર્થન કરી રહ્યા છે.

સુશ્રી મિલરને નોંધાયેલી કોંગ્રેશ્નલ ઉમેદવારી માટેની પ્રાઇમરી ચૂંટણી ર૬ જુન ર૦૧૮ના રોજ છે. આ જગ્‍યા વર્તમાન ડેમોક્રેટ કોંગ્રેસમેન જોન ડેલાનીએ ખાલી કરી છે.

(9:19 pm IST)