Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

શિકાગોમાં ઇન્ડીયન સીનીયર્સ ઓફ શિકાગોના સભ્યોએ મહાશિવરાત્રીના પર્વની તેમજ બથ ર્ડેની કરેલી શાનદાર ઉજવણી : ગયા મહિનામાં પુલવામાં થયેલા આતંકી હુમલામા ૪૪ જેટલા સેૈન્યના જવાનોએ આહુતિ આપતા તેમને શ્રધ્ધાંજલી અર્પવામાં આવી તેેમજ સીનીયરો દ્વારા ર્શો્ય તથા રાષ્ટ્રીય ગીતોનો કાર્યક્રમ રજુ કરાયો તેમજ શહીદોના પરિવારના સભ્યોને મદદ રૂપ થવા ફાળો એકત્રિત કરાતા તમામ સભ્યોએ ઉદાર દીલે ફાળો આપી માનવતાનું કાર્ય પૂર્ણ કર્યુઃ મુખ્ય મહેમાન તરીકે શિકાગોના બિઝનેસમેન તથા પટેલ બ્રધર્સના માલિક મફતભાઇ વી. પટેલે આપેલી હાજરી

(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ બેન્સનવીલે ટાઉનમાં આવેલ માનવ  સેવા મંદિરમાં સીનીયરોના હિતાર્થે ઘણા લાંંબા સમયથી ઇન્ડીયન સીનીયર્સ ઓફ શિકાગો નામનું સંગઠન વિશાળ પાયા પર કાર્યવંત છે. અને તે સંસ્થાની માર્ચ માસની  સામાન્ય સભા ૯મી માર્ચને શનિવારના રોજ માનવ સેવા મંદિરમાં મળી હતી, અને  તે પ્રસંગે રરપ જેટલા ભાઇ બહેનોએ હાજરી આપી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શિકાગોના જાણીતા બીઝનેશમેન અને પટેલ બ્રધર્સના માલિક મફતભાઇ પટેલે હાજરી આપી હતી.  શોર્ય અને રાષ્ટ્રગીતનો ભરચક ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને તેમાં તમામ સીનીયર ભાઇ બહેનોએ ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં કારોબારી સમિતિના સભ્ય ભુપેન્દ્ર સુથાર તથા હેમાબેન શાસ્ત્રી અને અન્ય બહેનો દ્વારા પ્રાર્થના રજુ કરવામાં આવી હતી. અને તે પ્રસંગે હનુમાન ચાલીસા પણ રજુ કરવામા આવ્યા હતા. જેમા તમામ ભાઇઓ તથા બહેનોએ જરૂરી સહકાર આપ્યો હતો.

આ વેળા સંસ્થાના પ્રમુખ ડો. નરસિંહભાઇ પટેલે તમામ સભ્યોને આવકાર આપી સંસ્થા દ્વારા સીનીયરોના હિતાર્થે જે વિવિધ પ્રકારની પ્રવૃતિઓ કરવામાં આવે છે તેનો આછેરો ખ્યાલ આપ્યો હતો. તથા ફેબ્રુઆરી માસનો આવક તથા જાવકનો હિસાબ રજુ કરવામાં આવ્યો હતો સૌ સીનીયર ભાઇ બહેનોએ આજદિન સુધી આ સંસ્થાના તમામ કાર્યોમાં જે સહકાર આપેલ તે બદલ તેમણે સૌનો આભાર માન્યો હતો.

ગયા મહિનામાં પુલવામાં ભારતીય જવાનો પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં ૪૪ જેટલા જવાનોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી તે તમામને આ પ્રસંગે શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. અને ભારત સરકારને આવી નાપાક પ્રવૃતિઓ કરનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. આ વેળા દેશપ્રેમ  તથા શૌર્યને સ્પર્શતા ગીતો સભ્યો તરફથી રજૂ કરવામાં આવ્યા હતા.  જેમા ગીતાબેન દેસાઇ, અશ્વિન દેસાઇ, શાંતિલાલ ટોપીવાલા, રણજીત ભરૂચા, અરવિંદભાઇ પટેલ, અરવિંદ કોટક તેમજ જશવંતભાઇ શેઠનો સમાવેશ થતો હતો, આ વેળા પુલાવામાં જે હુમલો થયો હતો તેનો વિશ્વના અન્ય દેશોમાં વિરોધ થયો હતો. તે પ્રસંગેની વિડીયો કલીપ પણ દર્શાવવામાં આવી હતી. આ વેળા ભુપેન્દ્ર સુથાર, હેમાબેન રાણા, તેમજ નલીનીબેન શાહે પણ સુંદર શૌર્ય ગીતો રજુ કર્યા હતા. આ વેળા શહીદોના પરિવારના સભ્યોને આર્થિક સહાયરૂપે ફાળો ઉઘરાવવામા આવ્યો હતો અને તેમાં સીનીયર ભાઇબહેનોએ  ઉદાર દિલે ફાળો આપ્યો હતો.

શિકાગોના જાણીતા બીઝનેસમેન અને પટેલ બ્રધર્સના માલિક મફતભાઇ પટેલે મુખ્ય મહેમાન તરીકે પોતાના પ્રવચનમા આ સીનીયર સંસ્થા દ્વારા સીનીયરોના હિતાર્થે જે વિવિધ  પ્રકારની પ્રવૃતિઓ કરવામાં આવે છે, તેની  સરાહના કરી હતી અને આ  સંસ્થા વધુ ને વધુ પ્રગતિ કરે એવી લાગણીઓ વ્યકત કરી હતી. સીનીયરોએ શહિદોના પરિવારના સભ્યો માટે જે નાણાં એકત્રિત કર્યા જે લોકોએ આ પૂણ્યના કાર્યમાં સહકાર આપ્યો તે બદલ  સર્વેને તેમણે અભિવાદન આપ્યા હતા.

આ સંસ્થા દ્રારા સીનીયરો માટે જે વિવિધ પ્રકારના પ્રવાસોનું  આયોજન કરવામાં આવે છે તેની રૂપરેખા પ્રવાસિ કો-ઓર્ડીનેટર દિલીપભાઇ પટેલે આપી હતી. અને પોતાના નામેા નોંધાવવા તેમણે સભ્યોને જણાવ્યૂ હતુ.

વધારામાં બીપીનભાઇ શાહે મહાશિવરાત્રીના પર્વનો મહિમા અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને તેમણે શિવને અર્થ કલ્યાણ તથા શિવજી અને માતા પાર્વતીના મિલનનો પ્રસંગ છે શિવાલયના આગળના ભાગે કાળભૈરવનુ સ્થાપન કરવામાં  આવે છે એવું તેમણે વધારામા જણાવ્યું હતુ. આ વેળા  જન્મદિનની પણ ઉજવણી પણ કરવામાં આવી હતી. અંતમંા સ્વાદિષ્ટ ભોજનને ન્યાય આપી સૌ વિખૂટા પડયા હતા.

(9:19 pm IST)