Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ન્યુઝીલેન્ડમાં થયેલા આતંકી હુમલાથી ભારતીય મૂળના 4 સહીત કુલ 6 ભારતીયોના મોત થયાની આશંકા : 9 ભારતીયો લાપત્તા : હુમલાથી મોત પામેલા લોકોનો સત્તાવાર આંકડો 49

ન્યુઝીલેન્ડ : ન્યૂઝીલેન્ડની 2 મસ્જિદમાં થયેલા આતંકી હુમલાને કારણે ભારતીય મૂળના  4 સહીત કુલ 6 ભારતીયોના મોત થયા હોવાની આશંકા છે. ઉપરાંત  9 ભારતીયો લાપત્તા હોવાનું જાણવા મળે છે.કુલ મૃત્યુ આંક 49 થઇ ગયો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 ભારતીય ડિપ્લોમેટ્સ સંજીવ કોહલીએ જણાવ્યું કે, પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટનામાં બે ભારતીયો અને ચાર ભારતીય મૂળના લોકોનાં મોતની આશંકા છે. જો કે, ન્યૂઝીલેન્ડની સરકારે હજુ સુધી આ વાતની પુષ્ટિ નથી કરી. ભારતીય હાઇ કમિશનની હેલ્પલાઇનમાં અનેક લોકોનાં ફોન આવી રહ્યા છે અને આ જાણકારી આ જ પૂછપરછ અને ક્રાઇસ્ટચર્ચના ભારતીય સમુદાય તરફથી મળતી જાણકારી પર આધારિત છે. કોહલીનું કહેવું છે કે, માર્યા ગયેલા લોકોમાંથી બે હૈદરાબાદ, એક ગુજરાત અને એક પૂણેનો હોવાનું માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે હુમલાગ્રસ્ત આ વિસ્તાર ક્રાઇસ્ટચર્ચમાં 30 હજાર જેટલા ભારતીયો વસે છે.

(9:04 pm IST)
  • ન્યૂઝીલેન્ડના આતંકી હુમલાને વખોડી કાઢતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી : આઘાતની લાગણી વ્યક્ત કરી : મૃતકોને શ્રદ્ધાંજલી આપી :આતંકવાદીઓને લોકશાહી શાષનમાં કોઈ સ્થાન ન હોવાનું જણાવ્યું access_time 8:28 pm IST

  • તળાજા તાલુકામાં સરઘસ કાઢવા પર પ્રતિબંધ :તળાજા તાલુકાના કેટલાંક ગામોમા તા.23 માર્ચ સુધી યોગ્ય સત્તાધિકારીની પૂર્વ મંજુરી સિવાય સરઘસો કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા અધિક કલેકટર ઉમેશ વ્યાસ access_time 11:31 pm IST

  • પ્રવિણ તોગડીયા પાણીની ટાંકીના ચિન્હ સાથે લોકસભાની ચૂંટણી લડશે : હિન્દુસ્તાન નિર્માણ દળ રાજકીય પક્ષનું ચિન્હ પાણીની ટાંકી અપાયુ access_time 6:16 pm IST