Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

ભારતના પુલવામાં શહીદોના પરિવારોની વહારે યુ.એસ.ના AAPI સહીત વિવિધ ઇન્ડિયન અમેરિકન સંગઠનો : 3 માર્ચના રોજ યોજાયેલા ફંડ રાઇઝિંગ પ્રોગ્રામમાં 50 હજાર ડોલર ભેગા કરી દીધા

ન્યુજર્સી : ભારતના પુલવમામાં 14 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનમાં અડ્ડો ધરાવતા આતંકવાદી સંગઠન જૈસ એ મહમદએ આત્મઘાતી હુમલો કરતા માર્યા ગયેલા 44 CRPF જવાનોના પરિવારને આર્થિક રીતે સહાયભૂત થવા  અમેરિકન એશોશિએશન ઓફ ફિઝિશિયનશ ઓફ ઇન્ડિયન ઓરિજીન ( AAPI )  ન્યુજર્સી ચેપટરએ 50 હજાર ડોલર ભેગા કરી દીધા  હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

આ માટે 3 માર્ચના રોજ ન્યૂજર્સીના રોઝેલ પાર્ક ખાતે ફંડ રાઇઝિંગ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું જેમાં AAPI ઉપરાંત ઇન્ડિયા વર્લ્ડ ફાઉન્ડેશન ,વર્લ્ડ NRI એશોશિએશન ,ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશનશ તથા BAJANA નો સહયોગ પ્રાપ્ત થયો હતો.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:41 pm IST)
  • કોંગ્રેસે નિરીક્ષકોની નિમણુંક કરી : જામનગરમાં ચંદ્રિકાબેન ચુડાસમા, માણાવદરમાં એમએફ બ્લોચ, ઉંઝામાં અશ્વિન કોટવાલ વગેરેની નિરીક્ષકો તરીકે કોંગ્રેસ દ્વારા નિમણુંક access_time 6:10 pm IST

  • કાલથી ગરમીમાં ઉછાળો આવશે : કાલથી ગરમીમાં ક્રમશઃ વધારો થતો જશે : સોમ-મંગળ તાપમાન ૩૬ ડિગ્રીને પાર કરી જશેઃ તા.૨૦-૨૧ ફરી આંશિક ઘટશે : તા.૧૬થી ૧૯મીના સાંજ સુધી ભેજનું પ્રમાણ ઓછુ રહેશે : વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી access_time 3:51 pm IST

  • ન્યૂઝીલેન્ડના આતંકી હુમલાને વખોડી કાઢતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી : આઘાતની લાગણી વ્યક્ત કરી : મૃતકોને શ્રદ્ધાંજલી આપી :આતંકવાદીઓને લોકશાહી શાષનમાં કોઈ સ્થાન ન હોવાનું જણાવ્યું access_time 8:28 pm IST