Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

પાકિસ્તાનના સિયાલકોટની લાડી અને ભારતના પંજાબનો વર : પુલવામાં હુમલાથી બંને દેશોના તંગ વાતાવરણ વચ્ચે શીખ પરિવારમાં શાંતિપૂર્ણ લગ્ન સંપન્ન

અમૃતસર : ભારતના પંજાબમાં આવેલા અંબાલામાં વસતા શીખ પરિવારના યુવાન પરવિન્દર સિંઘના લગ્ન પાકિસ્તાનના સિયાલકોટમાં વસતા શીખ પરિવારની યુવતી કિરણ સાથે શાંતિપૂર્ણ રીતે શનિવારે સંપન્ન થયા છે.  પતિયાલાના ગુરુદ્વારામાં કિરણ અને પરવિંદરના લગ્ન થયા. ત્યારે બંને પરિવારોએ ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ જળવાઈ રહે તેવી અપેક્ષા અને ઇચ્છા વ્યક્ત કરી હતી . તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

27  વર્ષનાં કિરણ અને 33 વર્ષના પરવિંદર 2014માં પ્રથમ વખત મળ્યાં હતાં. જ્યારે કિરણ પોતાના પરિવાર સાથે ભારત આવ્યા હતા.

પાકિસ્તાનના સિઆલકોટના વાન ગામના કિરણ એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. તેમજ અંબાલાના પરવિંદર ખાનગી ક્ષેત્રે કાર્યરત છે. કિરણનું પરિવાર ભાગલા વખતે પાકિસ્તાનમાં સ્થાયી થયું હતું. હાલ કિરણને પાકિસ્તાનમાં રહેલાં ઇંડિયન હાઈ કમિશને હાલ 45 દિવસના વિઝા આપ્યા છે.

પરવિંદરે જણાવ્યું હતું  કે, કિરણ અને તેમના  પરિવાર દ્વારા પહેલાં 2016માં આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના માટે વરના પરિવારે પાકિસ્તાન જવાનું હતું. પરંતુ ભારતમાં રહેલા પાકિસ્તાની હાઈ કમિશન દ્વારા પરિવારના વિઝા મંજૂર ન થયા.

 

પરવિંદરના કહેવા મુજબ બંનેના પરિવારોએ નક્કી કર્યું કે હવે કન્યાના પરિવારજનો ભારતમાં આવશે. ખુશી અને ઉત્સાહ સાથે પરવિંદરે કહ્યું, "કિરણના પરિવારના લોકો આવ્યા અને હવે સાથે છીએ."

(7:57 pm IST)
  • રાફેલ મામલો :સુપ્રીમ કોર્ટે કહ્યું પહેલા કેન્દ્ર સરકારની આપત્તિઓ પર નિર્ણય લેવાશે :પીઠે કહ્યું કે કેન્દ્ર દ્વારા ઉઠાવેલ પ્રારંભિક વાંધા પર ફેંસલોઃ કર્યા બાદ મામલાના તથ્યો પર વિચારણા કરાશે access_time 1:30 am IST

  • સ્વાઇન ફલૂથી જુનાગઢ પંથકના વૃધ્ધાનું મોતઃ રાજકોટમાં કુલ મૃત્યુઆંક ૮૫ : શહેરની ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂથી વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. જુનાગઢ પંથકના ૬૦ વર્ષના વૃધ્ધાએ લેન્ડમાર્ક હોસ્પિટલમાં દમ તોડી દીધો છે. તેમનો રિપોર્ટ પોઝિટીવ હતો. આ સાથે કુલ મૃત્યુઆંક ૮૫ થયો છે access_time 3:32 pm IST

  • ઐતીહાસીક ઘટના : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો પ્રથમ વીટો જારી કર્યો છે : કોંગ્રેસને સરહદ દિવાલ ભંડોળ માટેના આપાતકાલીન ઘોષણાને સુરક્ષિત કરવા માટે કોંગ્રેસના નિર્ણયને ઉથલાવી દીધો છે. access_time 1:59 am IST