Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

મેકિસકો બોર્ડર ઉપર દિવાલ બાંધવા હવે ૮.૬ બિલીઅન ડોલરની માંગણીઃ અમેરિકાના પ્રેસિડન્ટ ૨૦૨૦ની સાલ સુધીમાં દિવાલ બાંધવા મક્કમ

વોશીંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડન્ટ ચૂંટણી સમયે મેકિસકો બોર્ડર ઉપર દિવાલ બાંધવા માટે આપેલું વચન પરિપૂર્ણ કરવા મક્કમ જણાય છે. તેમણે આ બોર્ડર ઉપર દિવાલ બાંધવા કોંગ્રેસ સમક્ષ ૫.૭ બિલીઅન ડોલરની માંગણી કરી હતી. જે મંજુર નહીં થતા અમેરિકામાં ૩૫ દિવસનું શટડાઉન થયું હતું. પરંતુ ટ્રમ્પ પોતાની માંગણી મુકવામાં બાંધછોડ કરવા માંગતા ન હોવાથી હવે તેમણે આ માટે ૮.૬ મિલીયન ડોલરની માંગણી કરી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:34 pm IST)