Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ગુરૂદેવ ચિત્રભાનુજીના થાપાના હાડકામાં ફ્રેકચર થતા અમેરીકામાં તેમજ વિશ્વના અન્ય દેશોમાં વસવાટ કરનારાઓમાં પ્રસરી રહેલી ચિંતાની લાગણીઓઃ તેઓ ઝડપથી સારા થઇ જાય અને તેમના સ્વાસ્થ્ય માટે લોકોએ સામુહિક પ્રાર્થનાઓ પણ કરી

(અમારા પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) શિકાગો : સમગ્ર અમેરીકામાં તેમજ વિશ્વના અન્ય દેશોમાં વસવાટ કરતા તમામ લોકો ગુરૂદેવ ચિત્રભાનુજીના નામથી પરિચિત છે અને મોટાભાગના રહીશો તેમને અંગત રીતે પણ ઓળખે છે. તેઓ તાજેતરમાં ભારત ગયેલા હોવાથી ત્યાં આગળ પડી જવાથી તેમના થાપાના હાડકામાં ફ્રેકચર થયાના સમાચાર સમગ્ર અમેરીકામાં તેમજ વિશ્વના અન્ય દેશોમાં વસવાટ કરતા તમામ રહીશોમાં પ્રસરી જતા તેઓ ચિંતાગ્રસ્ત બન્યા છે અને દરેક જગ્યાએ તેઓ ગુરૂદેવના સ્વાસ્થ્ય અંગે પૂછપરછ કરી રહ્યા હોવાના સમાચાર જાણવા મળે છે.

પૂજ્ય ગુરૂદેવ ચિત્રભાનુજી જલ્દી સારા થઇ જાય તે માટે તેમના માનમાં પ્રાર્થનાઓ પણ કરી રહ્યા હોવાના સમાચાર અમને સાંપડ્યા છે. હાલના તેમના પત્ની પ્રમોદાબેન તથા તેમના પરિવારના સભ્યો તેમની સેવામાં હાજર છે અને તેમની સારસંભાળ લે છે તથા શુભેચ્છકો પણ આ અંગે સહાયભૂત થઇ રહ્યા છે. આ અંગેના સમાચારો અમોને પ્રાપ્ત થશે તે પ્રમાણે અમો અમારા વાંચક વર્ગ માટે અત્રે પ્રસિદ્ધ કરતા રહીશું તેની સૌ ખાત્રી રાખે.

(6:11 pm IST)