Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

શ્રી સંતરામ સત્સંગ સમાજ USA ના ઉપક્રમે 6 એપ્રિલ શનિવારે ન્યુજર્સી મુકામે 79 મો સત્સંગ : 25 મા વાર્ષિકોત્સવની ઉજવણી નિમિત્તે સૌપ્રથમવાર દીક્ષિત સંત પૂ.હરિદાસજી મહારાજ નડિયાદથી અમેરિકા પધારશે : ઓમકાર ,મેડિટેશન,તથા સહસ્ત્રનામ પાઠ,અને મંત્રોચ્ચાર સાથે સત્સંગ શરૂ કરાવશે

દિપ્તીબેન જાની દ્વારા : ન્યુજર્સી : બ્રહ્મલીન અષ્ટમ મહંત પ.પૂ.શ્રી નારાયણદાસજી મહારાજશ્રી પ્રેરિત તથા પ્રાત:સ્મરણીય પ.પૂ.શ્રી રામદાસજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ શ્રી સંતરામ ભક્ત સમાજ USA ના ઉપક્રમે 6 એપ્રિલ 2019 શનિવારના રોજ સંતરામ સત્સંગ નં 79 નું આયોજન કરવામાં આવ્યું છે.

એસેક્સ કાઉન્ટી કોલેજ જીમ્નેશીયમ ,વેસ્ટ માર્કેટ સ્ટ્રીટ ,નેવાર્ક ,ન્યુજર્સી મુકામે યોજાનારા આ સત્સંગનો સમય સવારે 11 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.

આ સત્સંગમાં 25 મા વાર્ષિકોત્સવની ઉજવણીના ઉપલક્ષ્યમાં સૌપ્રથમવાર શ્રી સંતરામ મંદિર ,નડિયાદના દિક્ષીત સંત પ.પૂ. હરિદાસજી મહારાજ અમેરિકા પધારી રહ્યા છે.તેઓ ઓમકાર , મેડિટેશન ,તથા મ્યુઝિક સાથે વિષ્નુ સહસ્ત્રનામના પાઠ  અને મંત્રોચ્ચાર કરી સત્સંગ શરૂ કરાવશે

સત્સંગમાં આવનાર ભક્તોને કાર પાર્કિંગ વ્યવસ્થિત કરવા ખાસ ભલામણ કરાઈ છે.શ્રી સંતરામ મંદિરમાંથી પ્રસાદી તરીકે મળેલ છઠ્ઠીનું કાપડ ,કંઠી ,અને સાહિત્ય માટે કોન્ટેક નં (732) 906-0792 દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.સત્સંગનું જીવંત પ્રસારણ www.facebook.com/SantramNadiad દ્વારા ન્યુજર્સી ખાતેથી બપોરે 12 વાગ્યે કરાશે

સમાજ તરફથી અથવા મંદિરના નામે કોઈપણ પ્રકારનો ફંડફાળો અથવા ભંડોળ ઉઘરાવવામાં આવતું નથી.તેની સર્વે હરિભક્તોએ નોંધ લેવી તેવું શ્રી તુષાર વી.પટેલની યાદી જણાવે છે.

(12:47 pm IST)
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 2 સીટ ઉપરથી લોકસભા ચૂંટણી લડશે તેવી ચર્ચા : અમેઠીમાં 3 ટર્મથી ચૂંટાઈ આવતા રાહુલ ગાંધી માટે બીજી સીટ દક્ષિણ ભારતમાંથી પસંદ થાય તેવી શક્યતા : મહારાષ્ટ્ર અથવા મધ્યપ્રદેશની સલામત ગણાતી સીટની પણ પસંદગી થઇ શકે તેવું જાણકારોનું મંતવ્ય access_time 8:14 pm IST

  • અરવલ્લીના ડુંગર ઉપર આગ લાગી : મોડાસાના વાંટડા ગામે ડુંગર પર જાળીઓમાં આગ લાગી : આગને કાબુમાં લેવા પ્રયાસો access_time 6:10 pm IST

  • સ્વાઇન ફલૂથી જુનાગઢ પંથકના વૃધ્ધાનું મોતઃ રાજકોટમાં કુલ મૃત્યુઆંક ૮૫ : શહેરની ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂથી વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. જુનાગઢ પંથકના ૬૦ વર્ષના વૃધ્ધાએ લેન્ડમાર્ક હોસ્પિટલમાં દમ તોડી દીધો છે. તેમનો રિપોર્ટ પોઝિટીવ હતો. આ સાથે કુલ મૃત્યુઆંક ૮૫ થયો છે access_time 3:32 pm IST