Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

સિંગાપોરમાં ‘‘એમ્‍પલોયમેન્‍ટ પાસ'' તરીકે ઓળખાતા વર્ક વીઝા નિયમો કડક બનાવાયાઃ ભારતીય કંપનીઓ દ્વારા સ્‍પોન્‍સર કરાતા તકનિકી નિષ્‍ણાંતોની સંખ્‍યા ઘટવાની શક્‍યતા

સિંગાપોરઃ અમેરિકાની માફક હવે સિંગાપોરમાં પણ વર્ક વીઝા કે જે ત્‍યાં ‘‘એમ્‍પલોપમેન્‍ટ પાસ'' તરીકે ઓળખાય છે તેના નિયમો કડક બનાવતા ભારતીથી સિંગાપોર જતા વિશેષ ટેકનીકલ લાયકાત ધરાવતા યુવકો માટે તક ઘટશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ સ્‍થાનિક લોકોને રોજી આપવાના હેતુથી સિંગાપોરમાં કાર્યરત ભારતીય કંપનીઓ ઉપર નોકરીમાં રાખવા માટે કરવાની થતી ભરતી ઉપર આડકતરો અંકુશ મુકાયો છે. જે મુજબ ટેકનીકલ ક્ષેત્રે નિષ્‍ણાંતોને અત્‍યાર સુધી પ્રતિમાસ ૩૩૦૦ સિંગાપોર ડોલર આપવાનો નિયમ હતો તેના બદલે હવે પ્રતિમાસ ઓછામાં ઓછા ૩૬૦૦ સિંગાપોર ડોલર (અંદાજે ૧ લાખ ૬૦ હજાર રૂપિયા) આપવાનો પ્રસ્‍તાવ છે. તેમજ એસ.પાસ માટે ૧ જાન્‍યુ.૨૦૧૯ થી પ્રતિમાસ ૨૨૦૦ સિંગાપોર ડોલરને બદલે ૨૩૦૦ સિંગાપોર ડોલરની રકમ નક્કી થતા કંપનીઓને ફટકો પડવાની શક્‍યતા છે. ૧ જુલાઇ ૨૦૧૮ થી એમ્‍પલોપમેન્‍ટ પાસ તરીકે ઓળખાતા વર્ક વીઝા ૧૦ કર્મચારી ધરાવતી કંપનીને પણ લાગુ પાડવાનો પ્રસ્‍તાવ છે આપ વિદેશથી ખાસ કરીને ભારતથી સિંગાપોર જતાં તકનીકી નિષ્‍ણાંતો માટે તકો ઘટવાની શક્‍યતા છે.

 

(10:12 pm IST)