Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

વિદેશમાં સ્થાયી થવા ઇચ્છુક ભારતીયો માટે કેનેડા હોટ ફેવરિટ બન્યું : 2019 ની સાલમાં કેનેડાનું નાગરિકત્વ મેળવનાર 3 લાખ 41 હજાર વિદેશીઓ પૈકી 25 ટકા ભારતીય મૂળના

ન્યુદિલ્હી : વિદેશ સ્થાયી થવા ઇચ્છુક ભારતીયો માટે કેનેડા હોટ ફેવરિટ બની ગયું છે.જેના કારણમાં જાણવા મળ્યા મુજબ કેનેડાએ સતત બીજા વર્ષે 3 લાખ ઉપરાંત વિદેશીઓને નાગરિકત્વ આપ્યું છે.ગયા વર્ષે એટલેકે 2019 ની સાલમાં 3 લાખ 41 હજાર વિદેશીઓને નાગરિકત્વ અપાયું હતું જે પૈકી 85585 એટલેકે 25 ટકા ભારતીયો છે.

આ અગાઉ 2018 ની સાલમાં પણ 3 લાખ ઉપરાંત વિદેશીઓને નાગરિકત્વ અપાયું હતું જેમાં 2019 ની સાલમાં 6 ટકા જેટલો વધારો નોંધાયો છે.જયારે 2020 ની સાલમાં 3 લાખ 50 હજાર જેટલા વેદેશીઓને કેનેડાનું નાગરિકત્વ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:20 pm IST)