Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

મહાભિયોગ પ્રસ્તાવ બાદ અમેરિકાના પ્રેસિડન્ટ આકરા પાણીએ : બીજા દેશોના નેતાઓ સાથે થતી વાતચીત હવે સરકારી અધિકારીઓ સાંભળી નહીં શકે : સાઉન્ડપ્રૂફ રૂમમાં વાતચીત કરે તેવી શક્યતા : યુક્રેનના પ્રેસિડન્ટ સાથે થયેલી વાતચીત જાહેર થઇ જવાથી મહાભિયોગ પ્રસ્તાવનો સામનો કરવો પડ્યો હતો

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ગયા વર્ષે જુલાઈ માસમાં યુક્રેનના પ્રેસિડન્ટ સાથે ટેલિફોનિક વાત કર્યા બાદ તેમના ઉપર મહાભિયોગ પ્રસ્તાવ મુકાયો હતો જેમાંથી બહાર નીકળી ગયા પછી તેમણે જણાવ્યું હતું કે હવે હું મારી વાતચીત અન્ય સરકારી અધિકારીઓ સાંભળી શકે તેના ઉપર રોક લગાવી દઈશ અને સાઉન્ડપ્રૂફ રૂમમાં વાતચીત કરીશ તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે

(12:01 pm IST)