Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

અમેરિકાના ન્યુ હેમ્પશાયરમાં ગઈકાલ મંગળવારે યોજાઈ ડેમોક્રેટિક પાર્ટીની પ્રાઈમરી ચૂંટણી : સૌથી વધુ મતો સાથે બર્ની સેન્ડર્સનો વિજય વાવટો : ડોનાલ્ડ ટ્રમ્પને પરાજિત કરવા સૌથી વધુ સક્ષમ ડેમોક્રેટ ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા

ન્યુ હેમ્પશાયર : અમેરિકાના ન્યુ હેમ્પશાયરમાં ગઈકાલ મંગળવારે ડેમોક્રેટ પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવારો વચ્ચે પ્રાઈમરી ચૂંટણી યોજાઈ હતી.જેમાં બર્ની સેન્ડર્સ કુલ 90 ટકા મતોમાંથી 26 ટકા મેળવી સૌથી વધુ મતો મેળવનાર ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા હતા.બીજા ક્રમે ઇન્ડિયાનાના પૂર્વ મેયર બુટિકિન્ગને  24 ટકા તથા ક્લોબૂચર 20 ટકા મતો મળ્યા હતા તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:56 am IST)