Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

ઈન્ડો અમેરિકન ડેમોક્રેટિક ઓર્ગેનાઈઝેશન ટીમની નવરચના : શિકાગો તથા ઈલિનોઈસ ખાતેના ટિમ પ્રેસિડન્ટ તરીકે સુશ્રી સુસાન પટેલની નિમણુંક

શિકાગો : 2020 ની સાલમાં યોજાનારી અમેરિકાના પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં વર્તમાન રિપબ્લિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી ડેમોક્રેટિક ઉમેદવારને વિજયી બનાવવા ચૂંટણી કમપેન ચાલી રહ્યા છે.જે અંતર્ગત  શિકાગો તથા ઈલિનોઈસ ખાતેના ઈન્ડો અમેરિકન ડેમોક્રેટિક  ઓર્ગેનાઈઝેશનના ટિમ પ્રેસિડન્ટ તરીકે સુશ્રી સુસાન પટેલની નિમણુંક કરવામાં આવી છે.જેમના નેજા હેઠળ એશિયન અમેરિકન પ્રજાજનોના પ્રશ્નોને વાચા અપાશે

આ અગાઉ આ જવાબદારી સ્ટેટ સેનેટર રામ વીલ્લીવલમ સંભાળતા હતા.

(1:45 pm IST)