Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

યુ.એસ.માં શિકાગો સ્થિત વિમેન્સ એમ્પાવરમેન્ટ કમ્પેઈનએ સુશ્રી તુલસી ગબ્બાર્ડને સમર્થન ઘોષિત કર્યું : અમેરિકાના પ્રેસિડન્ટ પદના સૌપ્રથમ હિન્દૂ મહિલા ઉમેદવાર માટે ગૌરવ વ્યક્ત કર્યું

ઈલિનોઈસ :યુ.એસ.માં શિકાગો સ્થિત વિમેન્સ એમ્પાવરમેન્ટ કેમ્પેઈનના ઉપક્રમે તાજેતરમાં 9 ફેબ્રુ 2019 ના રોજ નેપરવીલે ઈલિનોઈસ મુકામે મહિલાઓ માટે નેટવર્કિંગ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે અમેરિકાના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર હિન્દૂ કોંગ્રેસવુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડ ને આમંત્રિત કરાયા હતા.

આ તકે આ ઓર્ગેનાઈઝેશનના હોદેદારોએ અમેરિકાના પ્રેસિડન્ટ પદ માટેના હિન્દૂ મહિલા ઉમેદવારને સમર્થન આપવાની ઘોષણા કરી હતી.તેમણે જણાવ્યું હતું કે એક ભારતીય મૂળની હિન્દૂ મહિલા અમેરિકાની પ્રેસિડન્ટ બનવાની ક્ષમતા ધરાવે છે તે આપણા સહુ  માટે ગૌરવની બાબત છે. તથા આ પદ માટે ઉમેદવારી નોંધાવનાર તરીકે તેઓ સૌપ્રથમ હિન્દૂ મહિલા છે.સુશ્રી તુલસીએ હવાઈ ખાતેના કોંગ્રેસ વુમન તરીકે બાઇબલ ઉપર નહીં પણ ગીતા ઉપર હાથ રાખી સોગંદ લીધા હતા.તે બાબત પણ હિન્દુત્વ માટે પ્રશંશનીય છે.

તેમણે ઉમેર્યું હતું કે વર્તમાન સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધે તે માટે ઓર્ગેનાઇઝેશન કાર્યરત છે.તેમજ આપણા આ સંકલ્પમાં સુશ્રી તુલસી યોગ્ય પ્રતિનિધિ સમાન છે.સુશ્રી તુલસીએ પણ પોતાના હિન્દુત્વ તેમજ અમેરિકન કાર્ય માટે કટિબધ્ધતા વ્યક્ત કરી હતી.તેવું unn દ્વારા જાણવા મળે છે.

(8:27 pm IST)