Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

ટ્રેકટરે હડફેટમાં લેતા ગુજરાતી અમેરિકન નીલ પટેલનું કરૂણ મોત : ન્યુજર્સી સ્થિત પટેલ યુવાન ટ્રેકટર સાથે 10 ફુટ સુધી ઘસડાયો : ગંભીર રીતે ઘાયલ થયા બાદ દમ તોડ્યો

ન્યુજર્સી : યુ.એસ. માં ન્યુજર્સી સ્થિત ગુજરાતી યુવાન નીલ પટેલનું ટ્રેક્ટરની હડફેટે આવી જતા કરૂણ  મોત  નીપજ્યું છે.રસ્તો ક્રોસ કરવા માટે તેણે શોર્ટકટ લેવાનો  પ્રયાસ કરતાં આખરે જીવ ખોવાનો વારો આવ્યો હતો. ન્યુ બ્રસવિકની એ ઘટનામાં  નિલ પટેલ વાહનની સાથે લગભગ દસ ફુટ દૂર સુધી ધસડાયો હતો અને ગંભીર ઘાયલ થતાં અંતે હોસ્પિટલમાં તેણે દમ તોડ્યો હતો.

પાંચમી ફેબુ્રઆરીએ રાત્રે સાડા નવ વાગે ૩૦ વર્ષના નીલ પટેલે રેલવે  સ્ટેશન પાસેના રૂટ વન પાસે વુડિંગ એવેન્યુ ખાતે પાર્ક કરેલા ટ્રેકટરની નીચેથી રસ્તો  કાપવાનો પ્રયાસ કર્યો હતો.

ડ્રાઇવરને નીચેથી કોઇ પસાર થઇ રહ્યું છે તેની જાણ ના હોવાથી એણે વાહન ચલાવ્યું જેમાં પટેલ દસ ફુટ દૂર સુધી ધસડાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેના બંને પગ પર વાહન ફરી વળ્યું  હતું

પોલીસે ડ્રાઇવરની શોધ શરૂ કરી હતી, પરંતુ તે જાતે જ  એડિસનમાં હાજર થઇ ગયો હતો અને તપાસમાં મદદરૂપ બન્યો હતો.દુર્ઘટનાના સબંધમાં તેની સામે કોઇ જ કેસ કરાયો નહતો.

(12:08 pm IST)