Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

‘‘હોલી હૈ ભાઇ હોલી હૈ'': યુ.એસ.માં શ્રી દ્વારકાધિશ મંદિર, પાર્લિન, ન્‍યુજર્સી મુકામે ૧૦ માર્ચના રોજ ‘‘હોળી ઉત્‍સવ'': દોલોત્‍સવ ૩ માર્ચ શનિવારે ઉજવાશે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં શ્રી દ્વારકાધિશ મંદિર, ૭૧૭, વોશીંગ્‍ટન રોડ, પાર્લિન ન્‍યુજર્સી મુકામે ૧૦ માર્ચ ૨૦૧૮ શનિવાર ના રોજ ‘‘હોળી ઉત્‍સવ'' ઉજવાશે. જેની ઉજવણી માટે સર્વે હોળી રસિયાઓને બાળકોને સાથે લઇને  આવવા વિનંતી કરાઇ છે. તથા મહાપ્રસાદનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

સાંજે ૬ વાગ્‍યે હોળી પ્રાગટય થશે. શ્રીફળ તથા રંગ મંદિરમાંથી મળી શકશે. પાર્કીગની વ્‍યવસ્‍થા મિડલ સ્‍કૂલ વોશીંગ્‍ટન રોડ ઉપર કરવામાં આવી છે. રંગની એલર્જી અથવા રંગથી દૂર રહેવા માંગતી વ્‍યક્‍તિઓએ જાતે એ વિસ્‍તારથી દૂર રહેવું આ વિષયે મંદિરની કોઇ જવાબદારી રહેશે નહીં. તેમ જણાવાયું છે.

દોલોત્‍સવ ૩ માર્ચ શનિવારના રોજ ઉજવાશે.

વિશેષ વિગત માટે મંદિરનો રૂબરૂ અથવા કોન્‍ટેક નં.૭૩૨-૨૫૪-૦૦૬૧, અથવા ફેકસ ૭૩૨-૩૯૦-૪૦૩૮ દ્વારા અથવા ઇમેલ www.dwarkadhistemple.org દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

(10:58 pm IST)
  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST

  • ૧૯ ફેબ્રુઆરી સોમવારથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થશે access_time 3:40 pm IST

  • વડોદરામાં નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું છે. અહીં રૂ. 2 હજારની નકલી નોટો છાપવામાં આવતી હતી અને ઇન્દોર અને વડોદરામાં નકલી નોટોનો કારોબાર ધમધમતો હતો. આ મામલે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે. નકલી નોટો સાથે પિસ્તોલ પણ જપ્ત કરવામાં આવી છે. access_time 3:28 pm IST