News of Thursday, 15th February 2018

‘‘ઓમ નમઃ શિવાય'': યુ.એસ.માં ન્‍યુજર્સી મુકામે ૧૩ ફેબ્રુ.ના રોજ મહા શિવરાત્રી ઉત્‍સવ ઉજવાયોઃ હિન્‍દુ ટેમ્‍પલ તથા મહાત્‍મા ગાંધી કલ્‍ચર સેન્‍ટરના ઉપક્રમે કરાયેલું આયોજન

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં હિન્‍દુ ટેમ્‍પલ તથા મહાત્‍મા ગાંધી સેન્‍ટર કલ્‍ચરલ સોસાયટી, ૭૧૪, પ્રિકનેસ એવન્‍યુ, વાયને, ન્‍યુજર્સી મુકામે ગઇકાલ ૧૩ ફેબ્રુ.૨૦૧૮ મંગળવારના રોજ ‘‘મહા શિવરાત્રી ઉત્‍સવ'' ઉજવાઇ ગયો.

ઉત્‍સવ નિમિતે આખો દિવસ તથા મધ્‍યરાત્રિ સુધી મંદિર ખુલ્લુ રાખવામાં આવ્‍યુ હતુ. તથા સાંજે પ વાગ્‍યે મહા મૃત્‍યું જયના અખંડ જાપ શરૂ કરાયા હતા. સાંજે ૬ કલાકે રૂદ્રાભિષેર તથા શિવ મહાપૂજાનું આયોજન કરાયું હતું. સાંજે ૭-૩૦ કલાકે મહિમા સ્‍ત્રોતમ અને મહા આરતી બાદ રાત્રે ૮ વાગ્‍યે મહા પ્રસાદ આપવામાં આવેલ તેવું શ્રી જયેશ પટેલની યાદી જણાવે છે.

 

(10:58 pm IST)
  • વડોદરામાં નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું છે. અહીં રૂ. 2 હજારની નકલી નોટો છાપવામાં આવતી હતી અને ઇન્દોર અને વડોદરામાં નકલી નોટોનો કારોબાર ધમધમતો હતો. આ મામલે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે. નકલી નોટો સાથે પિસ્તોલ પણ જપ્ત કરવામાં આવી છે. access_time 3:28 pm IST

  • નેપાળની ઐતિહાસિક સંસદીય ચૂંટણીઓમાં ડાબેરી ગઠબંધનની મોટી જીત બાદ સીપીએન-યુએમએલના ચેરમેન કે.પી. શર્મા ઓલી (65 વર્ષ) ફરી એક વખત દેશના વડાપ્રધાન બન્યા છે. ગુરુવારે તેમણે બીજી વખત નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. ભારત સાથે રોટી - પુત્રીનો સંબંધ ધરાવનાર પાડોશી દેશ નેપાળના નવા વડાપ્રધાન ઓલીને ચાઇનાનાં સમર્થક માનવામાં આવે છે. access_time 1:50 am IST

  • ૧૯ ફેબ્રુઆરી સોમવારથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થશે access_time 3:40 pm IST