Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

શિકાગોમાં સર્કીટકોર્ટ ઓફ કુક કાઉન્‍ટી ઇલીનોઇના નામદાર ન્‍યાયાધીશ જેમ્‍સ આર.કેરોલે ઇલીનોઇ સ્‍ટેટ ઇલેકસન બોર્ડના અધીકારી સ્‍કોટ અર્મને રીપબ્‍લીકન હિંદુ કોએલેશન સમર્થિત રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર વંદના જીંગનને પ્રાયમરીની ચુંટણી લડવા માટે અયોગ્‍ય જાહેર કરતો જે ચુકાદો આપ્‍યો હતો તે યોગ્‍ય હોવાનુ પોતાના ચુકાદમાં જાહેર કરતા સર્વત્ર જગ્‍યાએ સોપો પડી ગયો હતોઃ આગામી માર્ચ માર્સની ૨૦મી તારીખે યોજાનાર ચુંટણીમાં મતદાતાઓએ પોતાની પસંદગીના ઉમેદવારને મત આપવાનો રહેશેઃ જો આ અંગે અપીલ ન કરવામાં આવેતો આગામી નવેમ્‍બર માસની છઠ્ઠી તારીખે યોજાનાર સામાન્‍ય ચુંટણીમાં ખરાખરીનો જંગ યોજાશે

(કપિલા શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) શિકાગોમાં રીપબ્‍લીકન હિંદુ કોએલેશન સમર્થિત રીપબ્‍લીકન પાર્ટીના કોંગ્રેસનલ આઠમી ડીસ્‍ટ્રીકટની પ્રાયમરી ચુંટણીના ઉમેદવાર વંદના જીંગન આ ચુંટણી લડવા માટે અયોગ્‍ય, જાહેર થયાના સમાચારો અમો આ અગાઉ અકિલા ઇન્‍ટરનેટ આવૃતિમાં વિગતે પ્રસિધ્‍ધ કરી ચુકયા છીએ અને તે અંગે પોતાને અન્‍યાય થયો છે એવું વંદના જીંગનજીતે લાગતા તેમણે તેમના વકીલ મારફત ઇલીનોઇ રાજયની સર્કીટ કોર્ટ ઓફ કુક કાઉન્‍ટીના નામદાર ન્‍યાયાધીશ જેમ્‍સ. આર.કેરોલની કોર્ટમાં અપીલ કરી હતી અને તે અંગેના ચાલેલ કેસનો ચુકાદો આજે ફેબ્રુઆરી માસની ૧૩મી તારીખને મંગળવારે જાહેર થતા નામદાર ન્‍યાયાધીશો ઇલીનોઇ સ્‍ટેટ બોર્ડ ઓફ ઇલેકસનના અધીકારી સ્‍કોટ અર્મને જે કારણોસર રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર વંદના જીંગનને પ્રાયમરીની ચુંટણી લડવા માટે અયોગ્‍ય જાહેર કર્યા હતા તે યોગ્‍યજ છે એવું જાહેર કર્યુ હતુ આથી રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર તરીકે તેઓ હવે તેમનું નામ મતપત્રકમાંથી રદ થતાં તેઓ ચુંટણી લડી શકશે નહી અને આ સમાચારો વાયુવેગે શિકાગો તેમજ તેના પરા વિસ્‍તારમાં વસવાટ કરતા ભારતીય સમુદાયના પરિવારના સભ્‍યોમાં પ્રસરી જતા આヘર્યની લાગણી પ્રસરી જવા પામેલ છે.અને તેથી હવે ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર અને હાલમાં કોંગ્રેસમેન રાજા કૃષ્‍ણમૂર્તિ અને રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર જીતેન્‍દ્ર દિગવાનકર એમ પોતાની પાર્ટીમાંથી ફકત એક એક ઉમેદવાર હોવા છતાં આગામી માર્ચ માસની ૨૦મી તારીખે યોજાનારી પ્રાયમરીની ચુંટણીમાં દરેક લોકોએ મતદાન કરવાનું હશે અને દરેક મતદાતાએ પોતાના પસંદગીના ઉમેદવારને મત આપવાનો રહેશે.

 આ અંગેની વિગતોમાં જાણવા મળે છે તેમ આ વર્ષે યુએસ હાઉસના પ્રતિનિધિઓ તથા ફારેગ થતા સેનેટરોની પ્રાયમરી ચુંટણી માર્ચ માસની ૨૦મી તારીખે યોજાનાર છે તેમાં જે વ્‍યક્‍તિઓ ઉમેદવારી નોંધાવવા ઇચ્‍છતા હોય તેમણે ગયા ડીસેમ્‍બર માસની ૪થી તારીખ સુધીમાં નોમીનેટીંગ પિટિશન સ્‍ટેટ ઇલેકસન બોર્ડમાં ફાઇલ કરવાની રહે છે અને તે આધારે રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવારો તરીકે જીતેન્‍દ્ર દિગવાનકર તેમજ રીપબ્‍લીકન હિંદુ કોએલેશન સમર્થિત વંદના જીંગને ઉમેદવારી નોંધાવી હતી જ્‍યારે તેની સામે ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર તરીકે હાલના કોંગ્રેસમેન રાજા કૃષ્‍ણમૂર્તિએ ઉમેદવારી નોંધાવી હતી.

ઉમેદવારી નોંધાવવાની મુદત પૂર્ણ થયા બાદ શામ્‍બર્ગ ટાઉનમાં વસવાટ કરતા મતદાર સ્‍ટીવન એન્‍ડરસને પોતાના શિકાગોના બાહોન એટર્ની અનીશ પરીખ દ્વારા રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર વંદના જીંગને જે નોમીનેટીંગ પિટિશન ફાઇલ કરેલ તે ચુંટણીના નિયમો અનુસાર ફાઇલ કરવામાં આવેલ નથી માટે તે અંગે જરૂરી ચાંપતી તપાસ હાથ ધરવા માટે સ્‍ટેટ ઇલેકસ બોર્ડમાં અરજ ગુજારવામાં આવી હતી અને આ અંગેની તપાસ અધીકારી તરીકે સ્‍કોટ અર્મનની નિમણુક કરતા તે અંગે જરૂરી ચકાસણીઓ કર્યા બાદ જે નોમીનેટીંગ પિટિશન ફાઇલ કરવામાં આવેલ તેમાં ગેરરીતિઓ માલમ પડતા જે અરજદારોએ તેમાં સહી કરેલ તેઓના નામો રદ કરતા નિયમ મુજબ જે સહીઓ જોઇએ તેની સંખ્‍યા ઓછી છતા તેમજ અન્‍ય કારણોને ધ્‍યાનમાં લઇને રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર વંદના જીંગનનું નામ મતપત્રક્રમાંથી રદ કરવાનો હૂકમ જાહેર કર્યો હતો.

આ પરિસ્‍થિતિને ધ્‍યાનમાં લઇને વંદના જીંગનના વકીલને અન્‍યાય થયો હોય એવું લાગતા તેમણે ઇલીનોઇ રાજયની સર્કીટ કોર્ટ ઓફ કુક કાઉન્‍ટીમાં અપીલ કરી હતી અને આ કોર્ટના નામદાર ન્‍યાયાધીશે આ કેસ અંગેના તમામ દસ્‍તાવેજોનો અભ્‍યાસ કર્યા બાદ સબંધીતોને સાંભળી પોતાનો આ અંગેનો ચુકાદો જાહર કરતા સ્‍ટેટ ઇલેકસન બોર્ડના અધીકારીએ જે ચુકાદો આપેલ તે યોગ્‍યજ છે એવું જાહેર કરતા રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર વંદના જીંગનનું નામ હવે મતપત્રક માટે અમાન્‍ય રહેશે.

આ અંગે સ્‍ટેટ ઇલેકસન બોર્ડની વેબ સાઇટ પર તપાસ કરતા આઠમી ડીસ્‍ટ્રીકટના જે ઉમેદવારોની નામાવલી જાહેર કરવામાં આવેલ છે તેમાં ફકત રાજા કૃષ્‍ણમૂર્તિ અને જીતેન્‍દ્ર દિગવાનકરના નામોનોજ સમાવેશ કરવામાં આવેલ છે જયારે વંદના જીંગનનું નામ રદ કરવામાં આવેલ છે એવું દર્શાવવામાં આવેલ છે.

અમોએ અરજદાર સ્‍ટીવન એન્‍ડરસનના એડવોકેટ અનીષ પરીખનો સંપર્ક કેળવ્‍યો હતો અને તેમણે આ સમગ્ર કેસની વિસ્‍તૃત માહિતી આપી હતી અને અમારા પ્રશ્નના પ્રત્‍યુત્તરમાં તેમણે આ કેસ અંગે જો સામી પાર્ટીવાળા અપીલ કરવા માંગતા હોય તો તેમણે ઇલીનોઇ રાજયની એપલેટ કોર્ટમાં ૩૦ દિવસની અંદર તેને નોંધાવવી પડે છે આગામી માર્ચ માસની ૨૦મી તારીખે પ્રાયમરીની ચુંટણી યોજાનાર છે અને આ અંગેનો સમયગાળો બહું ટુકો છે માટે અપીલ કરવી કે કેમ તેનો વિચાર સામાવાળાઓ કરવાના રહે છે એવું તેમણે અંતમાં જણાવ્‍યુ હતુ.(

(10:56 pm IST)