Gujarati News

Gujarati News

News of Sunday, 11th February 2018

અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના મેડીકલ સ્‍ટુડન્‍ટ ઇન્‍ડિયન અમેરિકન દેવેશ વશિષ્‍ઠએ હીર ઝળકાવ્‍યું: ફેમિલી મેડીસીન તથા એનવાયરમેન્‍ટ સાયન્‍સ બંને માટે ફેલોશીપ મેળવી વતનનું ગૌરવ વધાર્યુ

કેલિફોર્નિયાઃ યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાન ડીએગોના મેડીકલ સ્‍ટુડન્‍ટ દેવેશ વશિષ્‍ઠને ફેમિલી મેડીસીન તથા એન્‍વાયમેન્‍ટ સાયન્‍સ એમ બંને માટે ફેલોશીપ આપવામાં આવી છે.

મેડીકલના ચોથા વર્ષમાં ભણતા આ વિદ્યાર્થીને ૨૦૧૭ની સાલની સ્‍વિપ્‍ઝર ફેલોશીપ તથા અમેરિકન બોર્ડ ઓફ ફેમિલી મેડીસીનએ ફેલોશીપ માટે પસંદ કરેલ છે.

બન્‍ને ફેલોશીપ માટે પસંદ થયેલા શ્રી દેવેશએ ભવિષ્‍યમાં દેશના હેલ્‍થ ક્ષેત્રે પોલીસીનું નિર્માણ કરવાનું ધ્‍યેય વ્‍યક્‍ત કર્યુ છે.

 

(11:47 pm IST)
  • નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈએ સ્ત્રીઓનાં માસિક ચક્ર વખતે સ્વચ્છતા જાળવવાની સાથોસાથ એવી સ્ત્રીઓની અવગણના ન કરવાનો સંદેશ આપતી બોલીવૂડની ફિલ્મ ‘પેડ મેન'ની પ્રશંસા કરી છે. હવે ‘પેડ મેન'નાં નિર્માતાઓ મલાલા માટે સ્પેશિયલ શો યોજવાની તૈયારીમાં છે, એવું ફિલ્મના દિગ્દર્શક આર. બાલ્કીએ જણાવ્યું હતું. access_time 11:57 pm IST

  • પાટણ કલેક્ટર ઓફિસમાં જ દલિત યુવાન ભડભડ સળગી ઉઠ્યો : વર્ષો બાદ પણ જમીન ન મળતા આત્મવિલોપનનો કર્યો પ્રયાસ : પાટણમાં પોલિસ - ફાયર બ્રિગેડની હાજરીમાં જ દલિત યુવકે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ : લોકોમાં મચી ગઈ નાસભાગ access_time 4:17 pm IST

  • ૧૯ ફેબ્રુઆરી સોમવારથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થશે access_time 3:40 pm IST