Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

તરણજીત સિંહ સંધુને અમેરિકામાં નવા રાજદૂત તરીકે નિયુક્ત કરાયા

સંધૂને અમેરિકામાં હર્ષવર્ધન શ્રૃંગલાના સ્થાને નિયુક્ત

વોશિંગ્ટન:તરણજીત સિંહ સંધુને અમેરિકામાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરાયા છે તેઓ હાલમાં શ્રીલંકામાં ભારતના રાજદૂત છે. સંધૂને અમેરિકામાં હર્ષવર્ધન શ્રૃંગલાના સ્થાને નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્રૃંગલા આ અઠવાડિયે ભારત પરત આવી રહ્યા છે અને તેઓ હવે વિદેશ સચિવની જવાબદારી સંભાળશે.

ભારતના વર્તમાન વિદેશ સચિવ વિજય ગોખલે આ મહિનાના અંતમાં સેવાનિવૃત થવાના છે. ગોખલેના સ્થાને શ્રૃંગલાને નવા વિદેશ સચિવ નિયુક્ત કરાયા છે. સંધૂને અમેરિકાના રાજદૂત બનાવાયા છે. આ સાથે જ જાવેદ અશરફ જે અત્યારે સિંગાપુરના રાજદૂત છે. તેમને ફ્રાંસના રાજદૂત નિયુક્ત કરાયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે રાજકીય સંબંધ ગાઢ થયા છે. ફ્રાંસના વર્તમાન રાજદૂત વિનય ક્વાત્રા નેપાળના રાજદૂતની જવાબદારી સંભાળશે. નેપાળના વર્તમાન રાજદૂત મનજીવ સિંહ પુરી અત્યારે સેવાનિવૃત થયા છે.

(1:34 pm IST)