Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

અમેરિકા ખાતેના ભારતના પૂર્વ એમ્બેસેડર શ્રી હર્ષવર્ધન શૃંગલાએ ભારત આવતા પહેલા પ્રેસિડન્ટ ટ્રમ્પની શુભેચ્છા મુલાકાત લીધી

વોશિંગટન : અમેરિકા ખાતેના ભારતના પૂર્વ એમ્બેસેડર શ્રી હર્ષવર્ધન શૃંગલાએ ભારત આવવા માટે રવાના થતા પહેલા પ્રેસિડન્ટ ટ્રમ્પની શુભેચ્છા મુલાકાત લીધી હતી તથા બંને દેશો વચ્ચેના સબંધો વધુ ગાઢ બનાવવામાં સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે 1984 ની બેચના અધિકારી શ્રી હર્ષવર્ધનની નિમણુંક ભારતના વિદેશ સચિવ તરીકે થઇ છે.

(1:02 pm IST)
  • ભુજના બેન્ટોનાઈટ કંપનીના ડાયરેક્ટરને આરટીઆઇ દ્વારા પરેશાન કરી 3 લાખની માંગણી કરનાર યુવા આગેવાન મયુર મહેશ્વરી (રે.ટૂંડા.તા.માંડવી)ને જ્યુબિલી સર્કલ પાસે આવેલ પાંઉભાજીની રેસ્ટોરન્ટ ખાતે ૩ લાખની રકમ પૈકી ૫૦ હજાર રૂપિયા રોકડા લેતા ભુજ બી ડિવિઝન પોલીસે રંગે હાથ પકડ્યો છે access_time 11:04 pm IST

  • કેરલમાંથી બે ત્રાસવાદી ઝડપાયાઃ કર્ણાટકના ગૃહમંત્રી બાસવરાજા બોમાઈએ જાહેર કર્યું છે કે કેરળમાં થી ૨ શંકાસ્પદ ત્રાસવાદીઓ ઝડપાયા છે. તેમણે કહ્યું કે આ બંનેને ઉડુપી રેલવે સ્ટેશન થી પકડી લેવામાં આવ્યા છે. વિગતો મેળવાઇ રહી છે. access_time 11:51 am IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા મત વિસ્તારમાંથી અને મનીષ સીસોદીયા પ્રતાપગંજ બેઠક પરથી ચૂંટણી લડશે : આપની જાહેરાત access_time 9:00 pm IST