Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ઇન્ડિયન અમેરિકન મોટેલ માલિક ઉપર હુમલાના આરોપીને 1 મિલિયન ડોલરના જામીન : રેડમન્ડ ઓરેગોન સ્થિત મોટેલની ઓફિસમાં 70 વર્ષીય મોટેલ માલિક મહિલા સુશ્રી મીના પુરી ઉપર હિચકારો હુમલો કરાયો હતો : 53 વર્ષીય આરોપી જેમ્સ ડેવિડ જેલમાં : આગામી મુદત 31 જાન્યુઆરીના રોજ

ઓરેગોન : નવા વર્ષની વહેલી સવારે 5-30 કલાકે રેડમન્ડ ઓરેગોન સ્થિત આવેલી મોટેલના માલિક ઇન્ડિયન અમેરિકન મહિલા 70 વર્ષીય સુશ્રી મીના પુરી ઉપર 53 વર્ષીય શકમંદ આરોપી જેમ્સ ડેવિડે હિચકારો હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.હેટ ક્રાઇમ સમાન આ હુમલાને ધ્યાને લઇ તેના ઉપર લૂંટ ,ધાડ ,હત્યાનો પ્રયાસ સહિતની કલમો લગાડવામાં આવી હતી જેના અનુસંધાને આરોપી હાલમાં ઓરેગોન જેલમાં છે.જેના 1 મિલિયન ડોલરના જામીન મંજુર કરાયા છે.કોર્ટ કેસની આગામી મુદત 31 જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
 

(8:04 pm IST)