Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

યુ.એસ.ની વર્જિનિયા ધારાસભામાં 2 ઇન્ડિયન અમેરિકન ચૂંટાઈ આવ્યા : શ્રી સુહાસ સુબ્રમણિયમ તથા સુશ્રી ગઝલા હાસમીનો સોગંદવિધિ સંપન્ન

વર્જિનિયા : યુ.એસ.ની વર્જિનિયા ધારાસભામાં 2 ઇન્ડિયન અમેરિકન ચૂંટાઈ આવ્યા છે.જે પૈકી શ્રી સુહાસ સુબ્રમણિયમ 87 મા  ડીસ્ટ્રીકટમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે  તથા સુશ્રી ગઝલા હાસમી  10 મા લેજિસ્લેટિવ ડિસ્ટ્રીક્ટમાંથી સૌપ્રથમ મુસ્લિમ તથા ઇન્ડિયન અમેરિકન  સ્ટેટ સેનેટર તરીકે ચૂંટાઈ આવતા હવે વર્જિનિયા ધારાસભામાં 2 ઇન્ડિયન અમેરિકનનું પ્રતિનિધિત્વ થયું છે.જેઓનો સોગંદવિધિ તાજેતરમાં 8 જાન્યુઆરીના રોજ કરાયો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:22 pm IST)