Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

શ્રીમદ ભગવત ગીતા ઉપર હાથ રાખી ગુપ્તતાના સોગંદ લીધાઃ યુ.એસ.માં ઇલિનોઇસ સ્ટેટ સેનેટર તરીકે ચૂંટાઇ આવેલા શ્રી રામ વિલ્લીવલમનો સોગંદવિધિ પ જાન્યુ.૨૦૧૯ના રોજ સંપન્નઃ પત્ની એલિઝાબેથ, પુત્ર રોહન ઉપરાંત માતા, તથા પરિવારજનો સહિત સમર્થકોએ હાજરી આપી

ઇલિનોઇસઃ યુ.એસ.ના ઇલિનોઇસના ૮મા ડીસ્ટ્રીકટમાંથી સ્ટેટ સેનેટર તરીકે ચૂંટાઇ આવેલા ઇન્ડિયન અમેરિકન શ્રી રામ વિલ્લીવલમએ પ જાન્યુ.૨૦૧૯ના રોજ ભારતીયોના ધાર્મિક ગ્રંથ શ્રીમદ ભગવત ગીતા ઉપર હાથ રાખી ગુપ્તતાના સોગંદ લીધા હતા. આ સમયે તેમના પત્ની એલિઝાબેથ તથા પુત્ર રોહન ઉપરાંત માતા તથા પરિવારજનો તથા સમર્થકો હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ચૂંટાઇ આવેલા કોંગ્રેસમેન શ્રી રામ ક્રિશ્નામુર્થીએ પણ શ્રીમદ ભગવત ગીતા ઉપર હાથ રાખી ગુપ્તતાના સોગંદ લીધા હતા. 

 

(7:06 pm IST)