Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ફેબ્રુઆરી ૨૦૧૯ન માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમોઅે અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી અથવા પાછળ ધકેલાઇ જવા પામેલ છે તે સહેલાઇથી જાણી શકાશે. કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ ચાલુ માસ દરમ્યાન પાછળ ધકેલાઇ જવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત વિભાગની ૨જી, ૩જી તથા બીજા અન્ય કામદારોની કેટેગરી બે વર્ષના સમયગાળાથી વધુ સમયગાળા માટે પાછળ ધકેલાઇ ગયેલી છે

(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ ફેબ્રુઆરી ૨૦૧૯ માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમોઅે અમારા વાંચક વર્ગ માટે નીચે દર્શાવ્યા મુજબની પ્રસિદ્ધ કરેલ છે. તેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી કે પાછળ ધકેલાઇ જવા પામેલ છે તે સહેલાઇથી જાણી શકાશે. કૌટુમ્બીક આધારિત વિભાગની તમામ કેટેગરીઓ ૮થી ૩૬ અઠવાડીયા પાછળ ધકેલાઇ જવા પામેલ છે. અને તેથી પોતાના પરિવારના સભ્‍યોને અત્રે અમેરીકા બોલાવવા માટે જે તે ભાઇ-બહેનોઅે પોતાના સ્‍વજનો માટે પિટીશન ફાઇલ કરેલ છે તે તમામ લોકોમાં નિરાશાની લાગણીઓ પ્રસરેલી જોવા મળે છે.

વિશેષમાં રોજગાર આધારિત તમામ કેટેગરીઓમાં બે વર્ષ કે તેથી ઓછા સમય માટે પાછળ ધકેલાઇ જવાનો સમય આવી લાગેલ છે. આ વિભાગમાં પહેલી કેટેગરીમાં વર્તમાન સમય ચાલુ છે જ્યારે ચોક્કસ વસાહતીઓ તેમજ રોજગાર ઉત્‍પાદન કરનાર નોન રીજીઓનલ સેન્‍ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી જો કોઇપણ ઉમેદવાર અત્‍રે આવવા અરજી કરે તો તેને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે. પરંતુ તેણે ઇમીગ્‍રેશન ખાતાના હાલના કાયદાઓનું ચુસ્‍તપણે પાલન કરવાનું રહેશે અને તેમ ન કરનારને કદાચ વિઝા ન પણ મળી શકે.

આ અંગે ઇમીગ્રેશન ખાતાના નિયમોના જાણકારની સલાહ લેવી યોગ્‍ય થઇ પડશે કે જેથી પાછળથી પસ્‍તાવાનો સમય ન આવે.

ફેબ્રુઆરી ૨૦૧૯ માસ દર‌મ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી.

 

કૌટુમ્બીક આધારિત વિભાગો

ભારત કટ ઓફ તારીખ

અમેરીકન નાગરિકત્વ ધરાવનાર વ્‍યક્તિના ૨૧ વર્ષથી

વધુ વયના અપરણીત સંતાનો (F-1)

૧પમી માર્ચ-૨૦૧૧

૨એ

કાયમી વસવાટ કરનારાઓના પતિ-પત્ની

તથા અપરણીત સંતાનો (F-2A

૧લી માર્ચ-૨૦૧૬

૨બી

કાયમી વસવાટ કરનારાઓના ૨૧ વર્ષથી વધુ વયના

અપરણીત સંતાનો (F-2B)

૧પમી જાન્‍યુઆરી-૨૦૧૧

 

અમેરીકન નાગરિકત્વ ધરાવનાર વ્‍યકિતના

પરણીત સંતાનો (F-3)

૧પમી નવેમ્બર-૨૦૦પ

અમેરિકન નાગરિકત્વ ધરાવનાર વ્‍યકિતના

પુખ્ત વયના ભાઇઓ તથા બહેનો (E-4)

૮મી જાન્યુઆરી-૨૦૦૪

 

 

કૌટુમ્બીક આધારિત વિભાગો

પિટીશન ફાઇલ કરેલ તે તારીખ

અમેરીકન નાગરિકત્વ ધરાવનાર વ્‍યક્તિના ૨૧ વર્ષથી

વધુ વયના અપરણીત સંતાનો (F-1)

૧લી જાન્યુઆરી-૨૦૧૨

૨એ

કાયમી વસવાટ કરનારાઓના પતિ-પત્ની

તથા અપરણીત સંતાનો (F-2A

૧લી નવેમ્બર-૨૦૧૬

૨બી

કાયમી વસવાટ કરનારાઓના ૨૧ વર્ષથી વધુ વયના

અપરણીત સંતાનો (F-2B)

૧લી સપ્ટેમ્બર-૨૦૧૧

 

અમેરીકન નાગરિકત્વ ધરાવનાર વ્‍યકિતના

પરણીત સંતાનો (F-3)

૧લી ડીસેમ્બર-૨૦૦પ

અમેરિકન નાગરિકત્વ ધરાવનાર વ્‍યકિતના

પુખ્ત વયના ભાઇઓ તથા બહેનો (E-4)

૨૨મી જુન-૨૦૦૪

વિશેષમાં ઇમીગ્રેશન ખાતાના નિયમો અનુસાર કૌટુમ્બીક આધારિત વિભાગ સિવાય રોજગાર આધારિત વિભાગોમાં પણ ભીન્ન ભીન્ન પ્રકારની કેટેગરીઓ શરૂ કરવામાં આવેલ છે અને તેનો લાભ કુશળ કારીગરો સવિશેષ પ્રમાણમાં લે છે. આ વિભાગમાં જે નીચે મુજબની તારીખો દર્શાવવામાં આવેલ છે તે ફેબ્રુઆરી ૨૦૨૧૯ માસ દરમ્યાન ભારત માટેની કટઓફની તારીખ છે. જેની વાંચક વર્ગે નોંધ લેવા નમ્ર વિનંતી છે..

 

રોજગાર આધારિત વિભાગો

ચઢીયાતા કામગદારો (E-1)

વર્તમાન

ધંધાકીય ડીગ્રી ધારણ કરનારાઓ (E-2)

૮મી ડીસેમ્બર-૨૦૦૮

કુશળ કારીગરો (E-3)

અન્ય કામદારો (E-W)

૧લી ડીસેમ્બર-૨૦૦૬

૧લી ડીસેમ્બર-૨૦૦૬

ચોક્કસ વસાહતીઓ (E-4)

ધાર્મિક વ્‍યકિતઓ

વર્તમાન

હાલમાં અશક્ય

રોજગારી ઉત્‍પન્‍ન  કરનાર (નોન રીજીઓનલ સેન્‍ટર)

(C5 and T5)

વર્તમાન

રોજગારી ઉત્‍પન્‍ન કરનાર (રીજીઓનલ સેન્‍ટર) (I5 and R5)

હાલમાં અશક્ય

વધારામાં રોજગાર આધારિત વિભાગોમાં જે વ્‍યકિતઓઅે અમેરીકામાં સ્‍થાયી થવા માટે અરજી કરેલ છે તેની પ્રાયોરીટી તારીખ છે અને તે આધારે ઇમીગ્રેશન ખાતાના અધીકારીઓ દ્વારા જરૂરી પગલા લેવાઇ રશહ્યા છે. આ અંગે ઇમીગ્રેશન ખાતાની વેબસાઇટનો ઉપયોગ કરવો હિતાવહ છે.

રોજગાર આધારિત વિભાગો

ચઢીયાતા કામગદારો (E-1)

વર્તમાન

ધંધાકીય ડીગ્રી ધારણ કરનારાઓ (E-2)

૮મી ફેબ્રુઆરી-૨૦૦૯

કુશળ કારીગરો (E-3)

અન્ય કામદારો (E-W)

૧લી જાન્યુઆરી-૨૦૦૮

૧લી જાન્યુઆરી-૨૦૦૮

ચોક્કસ વસાહતીઓ (E-4)

ધાર્મિક વ્‍યકિતઓ

વર્તમાન

વર્તમાન

રોજગારી ઉત્‍પન્‍ન  કરનાર (નોન રીજીઓનલ સેન્‍ટર)

(CS and T5)

વર્તમાન

રોજગારી ઉત્‍પન્‍ન કરનાર (રીજીઓનલ સેન્‍ટર)

(I5 and R5)

વર્તમાન

કટ ઓફ તારીખ

જાન્યુઆરી-૨૦૧૯ માસ દરમ્યાન વીઝા અંગેની જે માહિતીઓ હતી અને ફેબ્રુઆરી ૨૦૧૯ ચાલુ માસ દરમ્યાન ઉપરોક્ત મુજબની જે માહિતીઓ પ્રસિદ્ધ કરેલ છે તેમાંથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશે.

કૌટુમ્બીક આધારિત કેટેગરી

ગયા મહિનાની

કટ ઓફ તારીખ

ચાલુ માસની

કટ ઓફ તારીખ

કેટલા અઠવાડિયા આગળ વધી

૨૨મી ઓગષ્‍ટ-૨૦૧૧

૧પમી માર્ચ-૨૦૧૧

૨૧ અઠવાડીયા પાછળ

૨એ

૮મી નવેમ્બર-૨૦૧૬

૧લી માર્ચ-૨૦૧૬

૩૩ અઠવાડીયા પાછળ

રબી

૧પમી માર્ચ-૨૦૧૨

૧પમી જાન્યુ.-૨૦૧૧

૮ અઠવાડીયા પાછળ

૧પમી ઓગષ્‍ટ-૨૦૦૬

૧પમી નવેમ્બર-૨૦૦પ

૩૬ અઠવાડીયા પાછળ

૧પમી જુન-૨૦૦૪

૮મી જાન્યુઆરી-૨૦૦૪

૨૧ અઠવાડીયા પાછળ

 

રોજગાર આધારિત વિભાગો

ચઢીયાતા કામદારો(E-1)

૧પમી ડીસેમ્બર-૨૦૧૬

વર્તમાન

-

ધંધાકીય ડીગ્રી ધારણ કરનારાઓ (E-2)

૧લી એપ્રીલ-૨૦૦૯

૧લી ડીસેમ્બર-૨૦૦૮

૧પ અઠવાડીયા પાછળ

કુશળ કારીગરો

(E-3)

૧લી માર્ચ-૨૦૦૯

૧લી ડીસેમ્બર-૨૦૦૮

૨ વર્ષ છ અઠવાડીયા પાછળ

 

બીજા અન્‍ય કામદારો

૧લી માર્ચ-૨૦૦૯

૧લી ડીસેમ્બર-૨૦૦૬

૨ વર્ષ છ અઠવાડીયા પાછળ

ચોક્કસ વસાહતીઓ

(E-4)

વર્તમાન

વર્તમાન

-

 

ધાર્મિક વ્‍યકિતઓ

હાલમાં અશક્ય

હાલમાં અશક્ય

-

રોજગારી ઉત્‍પન્‍ન  કરનાર (નોન રીજીઓનલ સેન્‍ટર)

(C5 and T5)

વર્તમાન

વર્તમાન

-

રોજગારી ઉત્‍પન્‍ન કરનાર (રીજીઓનલ સેન્‍ટર)

(I5 and R5)

હાલમાં અશક્ય

હાલમાં અશક્ય

-

 

 

 

(12:05 pm IST)