Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

હવે ન્યૂઝીલેન્ડમાં વસતા ભારતીયો પોતાની પત્નીને તેડાવી શકશે : લગ્ન થયાના 3 માસમાં અરજી કરી દેવાની રહેશે : આ અગાઉ લગ્ન પહેલા 1 વર્ષ સાથે રહ્યા હોય તેને જ નાગરિકત્વ અપાતું હતું

ન્યુઝીલેન્ડ : ન્યૂઝીલેન્ડના કાયદા મુજબ લગ્ન પહેલા દંપતીએ 1 વર્ષ સાથે રહેવું ફરજીયાત હોવાથી ભારતીય મૂળના નાગરિકો માટે સવાલ ઉભો થતો હતો.કારણકે ભારતીય  સંસ્કૃતિ મુજબ લગ્ન પહેલા દંપતિ સાથે રહી શકતું નથી આથી ઘણા  ભારતીયો પોતાની પત્નીએ તેડાવી શકતા નહોતા

આ બાબતે ન્યુઝીલેન્ડ સરકારે કાયદામાં બાંધછોડ કરી લગ્ન પહેલા એક વર્ષ સાથે ન રહ્યા હોય અને ભારતમાં લગ્ન કર્યા હોય તો પણ પત્નીને તેડાવી શકવા મંજૂરી આપી છે.અલબત્ત લગ્ન થયાના 3 માસમાં આ માટે અરજી કરી દેવી જરૂરી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:09 pm IST)