Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

બ્રેસ્ટ કેન્સરનો ડર બતાવી ચેક કપ કરવાના બહાને ૨૫ જેટલી મહિલાઓનું યૌન શોષણઃ યુ.કે.સ્થિત ભારતીય મૂળના તબીબ મનીષ શાહને દોષિત ગણતી બ્રિટન કોર્ટઃ ૭ ફેબ્રુ ૨૦૧૯ના રોજ સજા ફરમાવાશે

લંડનઃ બ્રેસ્ટ ચેક અપ કરાવી લેવાના બહાને મહિલાઓનું યૌન શોષણ કરવા બદલ યુ.કે.સ્થિત ભારતીય મૂળના તબીબ મનીષ શાહને બ્રિટનની અદાલતે દોષિત ગણ્યો છે.

તે ૨૦૦૯ થી ૨૦૧૩ની સાલ સુધીમાં ૨૫ જેટલી મહિલાઓનું યૌન શોષણ કરી ચૂકયો છે. ૨૦૧૩ની સાલમાં ઘટના સામે આવતા તેને સસ્પેન્ડ કરાયો હતો. તે મહિલાઓને કેન્સરનો ડર બતાવી બ્રેસ્ટ ચેક અપ કરવા દેવા ફરજ પાડતો હતો. જે માટે તે હોલિવુડ અભિનેત્રી એન્જેલિનાને થયેલા બ્રેસ્ટ કેન્સરનું ઉદાહરણ આપી ચેક અપ કરવા દેવા ફરજ પડતો હતો. જે માટે તે હોલિવુડ અભિનેત્રી એન્જેલિનાને થયેલા બ્રેસ્ટ કેન્સરનું ઉદાહરણ કઆપી ચેક અપ કરવા દેવા માટે મજબુર બનાવી યૌન શોષણ કરતો હતો. તથા  તેઓના ગુપ્ત ભાગ સાથે અઘટિત ચેડા કરતો હતો. ૭ ફેબ્રુ.૨૦૨૦ના રોજ તેને સજા ફરમાવાશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જામવા મળે છે.

(9:01 pm IST)