Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

યુ.એસ.ના પેન્સિલવેનિઆમાંથી સ્ટેટ સેનેટ ચૂંટણી લડવાની ઇન્ડિયન અમેરિકન શ્રી ડી.રાજાની ઘોષણાઃ વર્તમાન ડેમોક્રેટ સાંસદની ખાલી પડેલી જગ્યા ઉપર રિપબ્લીકન ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે

પેન્સિલવેનિઆઃ ઇન્ડિયન અમેરિકન રિપબ્લીક શ્રી ડી.રાજાએ પેન્સિલવેનિઆના ૩૭મા ડીસ્ટ્રીકટમાંથી સ્ટેટ સેનેટ ચૂંટણી લડવાની ઘોષણા કરી છે.તેઓ વર્તમાન કોંગ્રેસમેનની ખાલી પડનારી જગ્યા ઉપરથી ચૂંટણી લડવા માંગે છે.

જો કે આ તેમનો બીજો પ્રયત્ન છે. આ અગાઉ તેઓ ૨૦૧૨ની સાલમાં પણ રિપબ્લીકન ઉમેદવાર તરીકે ચૂંટણી લડયા હતા. પરંતુ ડેમોક્રેટ ઉમેદવાર સામે તેમનો પરાજય થયો હતો.

(9:02 am IST)