Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

અક્ષયપાત્ર ફાઉન્‍ડેશન USA ના નવનિયુકત ચિફ એકઝીકયુટીવ તરીકે સુશ્રી વંદના નાયકની નિમણુંક : ૧ જાન્‍યુ. ર૦૧૮ થી હોદો સંભાળશે

લોસ એન્‍જલસ : અક્ષયપાત્ર ફાઉન્‍ડેશન શ્‍લ્‍ખ્‍ ના નવ નિયુકત ચિફ એકઝીકયુટીવ તરીકે સુશ્રી  વંદના નાયકની નિમણુંક થઇ છે. તેઓ ૧ જાન્‍યુ. ર૦૧૮ થી હોદો સંભાળશે.

સુશ્રી તરીકે ર૦૧૪ની સાલમાં લોસ એન્‍જલસ ચેપ્‍ટર શરૂ કર્યુ હતું. ત્‍યારથી તેઓ અક્ષયપાત્ર સાથે જોડાયેલા છે. તેમજ ર૦૧પ ની સાલથી બોર્ડ મેમ્‍બર તરીકે તેઓ સેવાઓ આપી રહયા છે. તેમના નેતૃત્‍વ હેઠળ લોસ એન્‍જલસ ચેપ્‍ટર દર વર્ષે ફંડ  રેઇઝીંગના લક્ષ્યાંકો પૂર્ણ કરી શકયુ છે. તેમજ ર૦૧૭ની સાલમાં તેમની ટીમની જહેમતથી ૧ મિલીયન ડોલર ઉપરાંત નું ફંડ ભેગુ થઇ શકયુ છે. તેમણે અક્ષયપાત્ર જેવી સંસ્‍થામાં જવાબદારી ભરી પોસ્‍ટ મેળવવા બદલ પોતાની જાતને સદનસીબ ગણાવી હતી. 

(9:14 pm IST)