Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

અમેરિકામાં ન્‍યુજર્સી સ્‍ટેટ એટર્ની જનરલ તરીકે શ્રી ગુરબીર ગ્રેવાલની નિમણુંકઃ સેનેટની બહાલી મળ્‍યે ન્‍યુજર્સીના સૌપ્રથમ એશિયન તથા શીખ અમેરિકન સ્‍ટેટ એટર્ની જનરલનો કિર્તીમાન સ્‍થપાશે

ન્‍યુજર્સીઃ ઇન્‍ડિયન અમેરિકન શીખ એટર્ની ગુરબીર ગ્રેવાલને ન્‍યુજર્સી ગવર્નર ફીલ મુર્થીએ સ્‍ટેટ એટર્ની જનરલ તરીકે નિમણુંક આપી છે સેનેટની બહાલી મળ્‍યે તેઓ ન્‍યુજર્સીના સૌપ્રથમ એશિયન અમેરિકન તથા શીખ અમેરિકન એટર્ની જનરલ બનશે.

૧૨ ડીસેં.ના રોજ ગવર્નર ફીલ મુર્થીએ કરેલી ઘોષણાં મુજબ શ્રી ગ્રેવાલ ટ્રમ્‍પના વહીવટી તંત્રના હેલ્‍થકેર, વોટીંગ રાઇટસ, એન્‍વાયરમેન્‍ટ, સહિતના પ્રશ્નો સામે લડત આપશે. તથા અન્‍ય સ્‍ટેટના એટર્ની જનરલ સાથે સંપર્કમાં રહી ટ્રમ્‍પના રિપબ્‍લીકન વહીવટી તંત્રની પોલીસીઓ અટકાવવા પ્રયત્‍નશીલ રહેશે. તથા ઇમીગ્રન્‍ટસ, એફોર્ડેબલ કેર એકટ, LGBT કોમ્‍યુનીટી, સહિતના પ્રશ્નોએ થતા અન્‍યાય સામે અવાજ ઉઠાવશે.

શ્રી ગ્રેવાલની નિમણુંકને નેશનલ એશિઅન પ્રેસિફીક અમેરિકન બાર એશોશિએશન, લોયર્સ એશોશિએશન,APALA-NJ, સાઉથ એશિઅન બાર એશોશિએશન, SABA શીખ અમેરિકન કોમ્‍યુનીટી, સાઉથ  એશિઅન કોમ્‍યુનીટી સહિત ચારે તરફથી આવકાર અપાયો છે. ઉપરાંત સેનેટર વીન ગોપાલ, પાઉલ સારલો, લોરેટા વેઇનબર્ગ, જોશ ગોધેરેઇજાર, બર્ગને કાઉન્‍ટી પોલીસ ચિફ એશોશિએશન, ઓકલેન્‍ડ પોલીસ ચિફ સહિતનાઓએ તેમની નિમણુંકની પ્રશંસા કરી છે.

(9:13 pm IST)