Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

‘‘CNN ટોપ ટેન પબ્‍લીક હીરોઝ ર૦૧૭ '' : પબ્‍લીકની પસંદગી મુજબના ટોપ ટેન હીરોઝમાં સ્‍થાન મેળવતા ર ઇન્‍ડિયન અમેરિકન : નકામા ગણી ફેંકી દેવાતા નહાવાના સાબુ ભેગા કરી તેમાંથી સાબુ બનાવી પડતર કિંમતે વહેંચવા બદલ શ્રી સમીર લાખાણીને સ્‍થાન : શારિરીક ખોડ ધરાવતા લોકો માટે વ્‍હીલ ચેર, કાર એકસીલેટરની વ્‍યવસ્‍થા, યોગ સહિતના આયોજનો બદલ સુશ્રી મોના પટેલને સ્‍થાન : ૧૭ ડીસે. ર૦૧૭ સુધી પબ્‍લીક વોટીંગ ચાલુ

પેન્‍સિલવેનિઆ : ‘‘CNN  ટોપ ટેન હીરોઝ ર૦૧૭ '' માટેની પબ્‍લીક ઓપિનીયન સ્‍પર્ધામાં ર ઇન્‍ડિયન અમેરિકનએ સ્‍થાન હાંસલ કરી લીધુ છે. જો કે વોટીંગ હજુ ચાલુ છે. જે ૧૭ ડીસે. ર૦૧૭ સાંજના ૮ વાગ્‍યા સુધી ચાલુ રહેશે.

ટોપ ટેન હીરોઝ ર૦૧૭ માં સ્‍થાન મેળવનાર ર ઇન્‍ડિયન અમેરિકનમાં શ્રી સમીર લાખાણી તથા સુશ્રી મોના પટેલનો સમાવેશ થાય છે. શ્રી સમીર લાખાણીએ શરૂ કરેલી ઝુંબેશ મુજબ તેઓ હોટલો કે રેસ્‍ટોરન્‍ટમાં વપરાઇ ચૂકેલા તથા ફેંકી દેવા લાયક ગણાતાં નાહવાના સાબુ ભેગા કરે છે. તથા તેમાંથી નો પ્રોફીટ નો લોસ મુજબ નવા સાબુ બનાવે છે. જે વંચિત લોકોને મામૂલે પડતર કિંમતે આપવામાં આવે છે. એક મહિલાને પોતાના તાજા જન્‍મેલા બાળકને કપડા ધોવાના સાબુથી નવડાવતી જોઇને તેમને વેસ્‍ટમાંથી બેસ્‍ટ સમાન આ વિચાર સ્‍ફુર્યો હતો. જે  બહુ ટુંક સમયમાં મોટા પાયે  આવકાર પામી રહયો છે. તેમણે શરૂ કરેલી ઇકો સોપ બેંકમાં નકામા ગણી ફેંકી દેવાતા સાબુના ટુકડાઓ માંથી નવા સાબુ બનાવવાના શરૂ કરેલા કામ થકી કમ્‍બોડીયાની ૩પ સ્‍થાનિક મહિલાઓને રોજી પણ મળે છે.

સુશ્રી મોના પટેલને ૧૯૯૦ ની સાલમાં અકસ્‍માત થતા થયેલી પગની ખોડને કારણે તેમણે આવી ખોડવાળા લોકને મદદરૂપ થવાનું અભિયાન શરૂ કર્યુ છે. જે અંતર્ગત તેમણે સાન એન્‍ટોનિઓ એમ્‍પયુટી ફાઉન્‍ડેશનની સ્‍થાપના કરી છે. જેના હેઠળ શારિરીક ખોડ ખાંપણ ધરાવતા લોકો માટે વ્‍હીલ ચેર, એક પગમાં ખામી હોયતો બીજી ચગથી એકસીલેટર દબાવી શકાય તેવી કાર બનાવફાવી દેવી સહિતના આયોજનો કરી દેવામાં આવે છે. જેથી તેઓને તેમના જીવન વ્‍યવહાર માટે બીજા ઉપર આધારિત રહેવું ન પડે. જે માટે તેમણે કિલનિકલ સોશીઅલ વર્કર તરીકે નું લાયસન્‍સ પણ મેળવ્‍યું છે. તેમજ યોગ પણ શીખવે છે.

(9:12 pm IST)