Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

મહિલાઓ દ્વારા કરાતી શારિરીક છેડછાડની ફરિયાદો ધ્‍યાનપૂર્વક સાંભળવી જોઇએઃ ખુદ અમેરિકાના પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ ઉપરના આક્ષેપો હોય તો પણ તે વ્‍યક્‍ત કરવાનો મહિલાઓનો હકક છેઃ યુનાઇટેડ નેશન્‍શ ખાતેના અમેરિકાના એમ્‍બેસેડર ઇન્‍ડિયન અમેરિકન સુશ્રી નિક્કી હેલીનું સ્‍પષ્‍ટ મંતવ્‍ય

વોશીંગ્‍ટનઃ યુનાઇટેડ નેશન્‍શ ખાતેના અમેરિકાના એમ્‍બેસેડર ઇન્‍ડિયન અમેરિકન સુશ્રી નિક્કી હેલીએ તાજેતરમાં ૧૦ ડીસેં.ના રોજ જણાવ્‍યું હતું કે મહિલાઓ ઉપર થતા સેકસી હુમલાઓ તથા તેમની સાથે થતી શારિરીક છેડછાડ કે ગેરવર્તનને વાચા આપવાની તક આપવી જોઇએ. એટલું જ નહિં તેઓ જે કંઇ કહે તે સાંભળવું જોઇએ અને તેનું નિરાકરણ લાવવું જોઇએ પછી ભલે તેમનો આક્ષેપ ખુદપ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ ઉપરનો હોય.

ઉલ્લેખનીય છે કે ડોનાલ્‍ડ ટ્રમ્‍પ પ્રેસિડન્‍ટ તરીકે ચૂંટાયા પછી પણ અમુક મહિલાઓએ તેમના ઉપર આક્ષેપો કર્યા હતા. તથા જણાવ્‍યું હતું કે તેમણે ભૂતકાળમાં અમારા પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ હાથ નાખેલા છે.

સુશ્રી નિક્કીએ ઉમેર્યુ હતું કે મહિલાઓને તેમની વ્‍યથા વ્‍યક્‍ત કરવાનો હકક છે. જે સહુએ ધ્‍યાનપૂર્વક સાંભવવી જોઇએ પછી તે કોઇપણ ક્ષેત્રની હોઇ શકે છે.

(10:55 pm IST)