Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

અમેરિકાના શિકાગોમાં હૈદ્દાબાદના યુવાન ઉપર ગોળીબારઃ પાર્કીગમાં કાર તરફ જતો હતો ત્‍યારે અજાણ્‍યો શખ્‍સ ગોળીબાર કરી નાસી છુટયો

શિકાગોઃ યુ.એસ.ના શિકાગોમાં ભારતના હૈદ્દાબાદના વતની યુવાન મોહમ્‍મદ અકબર ઉપર કોઇ અજાણ્‍યા શખ્‍સે ગોળીબાર કર્યો છે. તે પાર્કિગમાં પોતાની કાર પાસે જઇ રહ્યો હતો. ત્‍યારે તેના ઉપર રવિવારે ગોળીબાર કરાયો છે તેવું ૬ ડીસેં.ના રોજ જાહેર થયું છે.

હૈદ્દાબાદ સ્‍થિત યુવાનના પરિવારજનોએ તેલંગણાના હોમ મિનીસ્‍ટર સમક્ષ રજુઆત કરી તેને તાત્‍કાલિક યોગ્‍ય સારવાર મળે તેવી વ્‍યવસ્‍થા કરાવી દેવા વિનંતી કરી છે. તેમજ અમેરિકાના સત્તાવાળો સમક્ષ પણ આ બાબતે રજુઆત કરવા અનુરોધ કર્યો છે.

યુવાન મોહમ્‍મદ સ્‍ટુડન્‍ટ વીઝા મેળવી ડેપરી યુનિવર્સિટીમાં કોમ્‍યુટર સાયન્‍સની માસ્‍ટર ડીગ્રી મેળવવા માટે ગયેલો છે. તેના ઉપર થયેલા ગોળીબારના સમાચાર સાંભળી તેના પિતા ડીપ્રેશનમાં આવી ગયા હોવાનું તેના ભાઇએ જણાવ્‍યુ હતું.

 

(10:04 pm IST)