Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

મિસ વર્લ્ડ અમેરિકા વોશીંગ્ટન તાજ વિજેતા ઇન્ડિયન અમેરિકન સુંદરી શ્રી સૈનીનું પ્રશંસનીય કૃત્યઃ ડ્રગ્સનું સેવન રોકવા તથા આત્મહત્યા વિરૂધ્ધ જાગૃતિ ફેલાવવા ૧ મિલીઅન ડોલરનું ફંડ ભેગુ કરી દીધું

વોશીંગ્ટનઃ મિસ વર્લ્ડ અમેરિકા વોશીંગ્ટન તાજ વિજેતા ઇન્ડિયન અમેરિકન સુંદરી ૨૩ વર્ષીય શ્રી સૈની સામાજીક સેવાઓ ક્ષેત્રે પણ કાર્યરત છે. તેણે આત્મહત્યા થતી અટકાવવા તથા ડ્રગ્સનું સેવન રોકવા ઝુંબેશ ચલાવી છે. જે માટે તેણે ૧ મિલીઅન ડોલરનું ફંડ ભેગુ કરી દીધુ છે. જેનો ઉપયોગ ડ્રગ વિરૂધ્ધ તથા આત્મહત્યા વિરૂધ્ધ જાગૃતિ ફેલાવવા માટે કરાશે. આ માટે સ્કૂલો તથા શહેરની જાહેર જગ્યાઓનો ઉપયોગ કરાશે તેવું શ્રી સૈનીએ જણાવ્યું હતું.

(7:37 pm IST)