Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

''૨૦૧૯ વીમેન ઓફ વર્થ'' તરીકે પસંદ કરાયેલ ૧૦ મહિલાઓમાં ૨ ઇન્ડિયન અમેરિકન યુવતિએ સ્થાન મેળવ્યું

ન્યુયોર્કઃ યુ.એસ.માં અલ ઓરિઅલ પેરિસ (L’Oreal Paris) દ્વારા જાહેર કરાયા મુજબ ૨ ઇન્ડિયન અમેરિકન ડોનર સુશ્રી હેતલ જાની તથા સુશ્રી શ્રેયા વેંકટનો સમાવેશ ''૨૦૧૯ વીમેન ઓફ વર્થ'' બિરૂદ મેળવનાર તરીકે કરાયો છે. જે માટે ૧૦ મહિલાઓ પસંદ કરાઇ છે તેમાં આ બંને યુવતિઓએ સ્થાન મેળવ્યું છે તેઓ દરેકને ૧૦ હજાર ડોલર આપી સન્માનિત કરાશે.

આ એવોર્ડ વિજતાઓને દૈનંદિન જીવનમાં મહિલાઓમાં હકારાત્મક પરિવર્તન લાવી તેઓનો આત્મવિશ્વાસ વધારવાની પ્રયત્ન બદલ સન્માનિત કરાશે. સુશ્રી જાનીને બાળકોમાં આત્મ વિશ્વાસ વધારી પ્રોત્સાહિત કરી કારકિર્દી બનાવવા માટે પસંદ કરાયેલ છે. તથા સુશ્રી વેંકટને કોમ્યુનીટીમાં વોલન્ટીઅરશીપ તથા લીડરશીપ ક્ષેત્રે કામગીરી સાથે અનાજનો વ્યય કરવાને બદલે ભૂખ્યાને ભોજન આપવાની પ્રવૃતિ બદલ પસંદ કરાયા છે.

(8:00 pm IST)