Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

અયોધ્યામાં રામ મંદિર મામલે સુપ્રિમ કોર્ટના ચૂકાદાને હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન તથા મુસ્લિમ અમેરિકન ગૃપએ વધાવ્યો

વોશીંગ્ટનઃ અયોધ્યામાં રામ મંદિર મામલે સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ આપેલા ચૂકાદાને હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (HAF)એ વધાવ્યો છે. તથા રામ મંદિર માટે જમીન ફાળવી શહેરમાં અન્ય જગ્યાએ મસ્જીદ માટે પાંચ એકર જમીન ફાળવી હિન્દુ મુસ્લિમ બંને કોમને યોગ્ય ન્યાય મળ્યો હોવાનું મંતવ્ય વ્યકત કર્યુ છે.

HAF ઉપરાંત મુસ્લિમ અમેરિકન ગૃપએ પણ ઉપરોકત ચૂકાદાને વધાવ્યો હોવાનું જાણવા મળે છે. જેને કોઇ પણ કોમની જીત કે હાર ન ગણવાનું મંતવ્ય વ્યકત કર્યુ છે. અને વર્ષો જુના વિવાદાસ્પદ કોયડાનું યોગ્ય નિરાકરણ કરી આપ્યાનું VHPAએ જણાવ્યું છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:06 pm IST)