Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

‘‘ગોલ્‍ડ સ્‍મિથ ફલોશીપ ર૦૧૮ '': હાવર્ડ બિઝનેસ સ્‍કૂલએ બહાર પાડેલી યાદીમાં ૩ ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસએ સ્‍થાન મેળવ્‍યું

બોસ્‍ટનઃ યુ.એસ.મા હાર્વડ બિઝનેસ સ્‍કુલ એ ર૦૧૮ ની સાલ માટે ૪ સપ્‍ટે. ના રોજ બહાર પાડેલ ગોલ્‍ડ સ્‍મિથ ફેલોની  યાદીમાં ૩ ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍સએ સ્‍થાન મેળવ્‍યું છે.  જેમા રિષભ અગરવાલ, કૌશલ જૈન તથા  પ્રતિક મટાઇનો સમાવેશ  કરાયો છે.  ઉપરોકત ગોલ્‍ડ સ્‍મિથ ફલોશીપ માટે પસંદ થયેલા વિધાર્થીઓને ૧૦ હજાર ડોલર આપવામાં આવે છે.  જે MBA ના અભ્‍યાસ માટે નકકી કરેલા સાતથી ૧૦ વિધાર્થીઓને અપાય છે.

૧૯૯૦ ની સાલથી શરૂ કરાયેલી આ ફેલોશીપનો અત્‍યાર સુધીમાં ર૦૯ સ્‍ટુડન્‍ટસ લાભ લઇ ચૂકયા છે.

(10:00 pm IST)
  • જામનગરમાં તારમામદ સોસાયટીમાં હુમલો કરીને લૂંટ :દસ શખ્સોએ ચાર યુવાનની કારને આંતરી કર્યો હુમલો:ત્રણ લાખની રોકડ અને એક સોનાના ચેઇનની લૂંટ:કારમાં તોડફોડ, ચારેય ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા:પોલીસ ઘટના સ્થળ બાદ હોસ્પિટલ પહોંચી:જૂની અદાવતમાં માથાકૂટ થયાનું પ્રાથમિક તારણ : પોલીસ તપાસ શરૂ access_time 9:19 pm IST

  • ગુજરાતના મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ ઉપેન્દ્રભાઈ દવેનું આજ રોજ તારીખ 13/9/2018ના સાંજે દુઃખદ અવસાન થયેલ છે:તેમના અંતિમ વિધિ તારીખ 14/9/2018 ના રોજ સવારે 9.00 કલાકે ભાવનગર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે access_time 11:28 pm IST

  • રાજકોટ:માર્કેટ યાર્ડમાં ગુજકોટની ઓફીસ કરાઈ સીલ:15000.ના ભાડા પટે આપી હતી ઓફીસ:પાંચ માસનુ ભાડુ ચડત હતું:યાર્ડ દ્વારા ગુજકોટને આપવામાં આવી હતી નોટિસ access_time 11:27 pm IST