Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

"ગણપતિ બાપા મોરિયા" : અમેરિકામાં હિન્દૂ ટેમ્પલ, વેઇન ન્યુજર્સી મુકામે આજ 13 સપ્ટે.ના રોજ ગણેશ ચતુર્થી ઉત્સવ ઉજવાશે: સાંજે 6-30 કલાકે ગણેશ સ્થાપન તથા પૂજન: શ્રી શિરડી સાઈબાબાના ભજન અને આરતી બાદ પ્રસાદ વિતરણ કરાશે

દિપ્તીબેન જાની દ્વારા: ન્યુજર્સી: અમેરિકામાં હિન્દૂ ટેમ્પલ તથા મહાત્મા ગાંધી સેન્ટર,ઇન્ડિયા ક્લચર સોસાયટી,714,પ્રેક્સીનેસ એવન્યુ,વેઇન,ન્યુજર્સી ના ઉપક્રમે  આજ 13 સપ્ટે.ના રોજ ગણેશ ચતુર્થી ઉત્સવ  ઉજવાશે.

 ઉજવણી અંતર્ગત સાંજે 6-30 કલાકે ગણેશ સ્થાપન કરી પૂજા કરાશે,તેમજ શ્રી શિરડી સાઈબાબાના ભજન અને આરતી કરાશે

 આરતી બાદ પ્રસાદ વિતરણ કરાશે

 ગણેશ ભગવાન તથા શ્રી શિરડી સાઈબાબાના આશીર્વાદ મેળવવા તમામ ભાવિકોને સહકુટુંબ મિત્રમંડળ સહીત પધારવા આમંત્રણ પાઠવાયું છે.તેમજ ભગવાનને અર્પણ કરવા માટે ફળ,ફૂલ,પ્રસાદ,લાડુ,બાફેલા ચણા સહિતની વસ્તુઓ લાવી શકાય છે.તેમજ મંદિરને અપાતું ડોનેશન પણ આવકાર્ય છે. સાથોસાથ  હિન્દૂ ટેમ્પલ ઓડિટોરિયમ તથા પ્રાર્થના ગૃહ આપની તમામ પ્રકારની ઉજવણીઓ માટે ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે..

આગામી 22 સપ્ટે.શનિવારના રોજ સવારે 9-30 થી બપોરે 3-30 દરમિયાન બ્લડ ડ્રાઈવ કેમ્પનું આયોજન કરાયું છે.તેવું શ્રી જયેશ પટેલની યાદીમાં જણાવાયું છે.

(8:58 am IST)
  • રાજકોટ:માર્કેટ યાર્ડમાં ગુજકોટની ઓફીસ કરાઈ સીલ:15000.ના ભાડા પટે આપી હતી ઓફીસ:પાંચ માસનુ ભાડુ ચડત હતું:યાર્ડ દ્વારા ગુજકોટને આપવામાં આવી હતી નોટિસ access_time 11:27 pm IST

  • ગુજરાતના મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ ઉપેન્દ્રભાઈ દવેનું આજ રોજ તારીખ 13/9/2018ના સાંજે દુઃખદ અવસાન થયેલ છે:તેમના અંતિમ વિધિ તારીખ 14/9/2018 ના રોજ સવારે 9.00 કલાકે ભાવનગર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે access_time 11:28 pm IST

  • જામનગરમાં તારમામદ સોસાયટીમાં હુમલો કરીને લૂંટ :દસ શખ્સોએ ચાર યુવાનની કારને આંતરી કર્યો હુમલો:ત્રણ લાખની રોકડ અને એક સોનાના ચેઇનની લૂંટ:કારમાં તોડફોડ, ચારેય ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા:પોલીસ ઘટના સ્થળ બાદ હોસ્પિટલ પહોંચી:જૂની અદાવતમાં માથાકૂટ થયાનું પ્રાથમિક તારણ : પોલીસ તપાસ શરૂ access_time 9:19 pm IST